/connect-gujarat/media/post_banners/97fb6268188304126bbd4d1ae8fa4f5c0595767d61249228d05ec09d30556a46.jpg)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન 19મી ઓક્ટોબરે રાજકોટમાં નવનિર્મિત રિજનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે. લગભગ 10 એકર વિસ્તારમાં ફેલાયેલું આ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર રૂપિયા 85 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
આ છે રાજકોટના ઈશ્વરીયા પાર્ક નજીક નિર્માણ પામેલ રિજનલ સાયન્સ સેન્ટર.જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. આ વિજ્ઞાન કેન્દ્રની 6 અદભુત ગેલેરીઓમાં પ્રાચીનથી માંડીને અર્વાચીન યુગ સુધીની યાત્રા કરાવાશે. અલગ- અલગ થીમ આધારિત ગેલેરીમાં હાઉ-ટુ-સ્ટફ વર્ક ગેલેરી, મશીન એન્ડ એન્જિનિયરિંગ ગેલેરી, નોબેલ પ્રાઈઝ તથા ફિઝિક્સ ગેલેરી, રોબોટીક્સ ગેલેરી, સિરામિક એન્ડ ગ્લાસ ગેલેરી અને લાઈફ સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે.
આ સિવાય જ્ઞાન સાથે ગમ્મત કરાવતી વિવિઘ રાઇડ્સ અને ઝોન પણ વિકસાવવામાં આવી છે.આ સાયન્સ સેન્ટરની અન્ય વિશેષતા ઉપર વાત કરીએ તો તેનો દેખાવ પિરામિડની સન્મુખાકૃતી જેવો છે, જેમાં 18 આર્કની ડિઝાઈન છે. અહીં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની મદદથી 95 કે.વી. જેટલી વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે.આ સાયન્સ સેન્ટર રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર જિલ્લાના નાગરિકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનું કામ કરશે.