Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સ્પોર્ટ્સ હોસ્ટેલ-કોમ્પ્લેક્સનું લોકાર્પણ, વિવિધ રમતો રમ્યા ગૃહમંત્રી

સૌપ્રથમ 5 માળની સ્પોર્ટ્સ હોસ્ટેલમાં 340 ખેલાડીઓ રોકાઇ શકે તેવી અદ્યતન સુવિધાવાળી બિલ્ડિંગ રૂપિયા 11.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે

X

36મી નેશનલ ગેમ્સનું આયોજન આ વર્ષે ગુજરાતમાં થયું છે, અને તેમાં પણ રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી છે, ત્યારે રાજકોટની સૌપ્રથમ 5 માળની સ્પોર્ટ્સ હોસ્ટેલનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજકોટની સૌપ્રથમ 5 માળની સ્પોર્ટ્સ હોસ્ટેલમાં 340 ખેલાડીઓ રોકાઇ શકે તેવી અદ્યતન સુવિધાવાળી બિલ્ડિંગ રૂપિયા 11.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે, ત્યારે સ્પોર્ટ્સ હોસ્ટેલના લોકાર્પણ બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યુનિવર્સિટી રોડ પર રૂ. 5.50 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું લોકાર્પણ કર્યું હતું. 36મી નેશનલ ગેમ્સનું આયોજન આ વર્ષે ગુજરાતમાં થયું છે, અને તેમાં પણ રાજકોટની પસંદગી કરવામાં આવી છે. જેમાં દેશભરમાંથી 2600 જેટલા ખેલાડીઓ રાજકોટના મહેમાન બનવાના છે, ત્યારે તેમને રહેવા માટેની વ્યવસ્થા સારી રીતે થઇ શકે તે માટે આજે સ્પોર્ટ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત હિંસાથી પીડિત મહિલાઓને મદદરૂપ બનવા માટે અંદાજિત રૂ. 50 લાખના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત 'સખી' વન સ્ટોપ સેન્ટર પીડીયુ હોસ્પિટલના કેમ્પસ ખાતે નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ગૃહમંત્રીએ બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટ સહિતની વિવિધ રમતો પણ રમી હતી. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાષ્ટ્રીય રમતનો નવો ઇતિહાસ બનવા ગુજરાત જઈ રહ્યું છે. ગુજરાતના યુવાનો અને આપણે સૌ એના સાક્ષી બનીશું. છેલ્લા 7 વર્ષથી રાષ્ટ્રીય રમતનું આ આયોજન થયું નહોતું. માત્ર 90 દિવસમાં રાષ્ટ્રીય રમત માટેનું આયોજન ગુજરાત સરકારે કરી બતાવ્યું છે.

Next Story