Connect Gujarat
રાજકોટ 

ગુજરાતની ગોંડલ વિધાનસભા બેઠક પર તકરારની શંકા,પોલીસ ફોર્સ વધારવા આદેશ કરાયો

ચૂંટણીપંચની સૂચના બાદ ગોંડલમાં વર્ષો બાદ ચૂંટણી દરમિયાન IPS અધિકારી થી માંડીને રાજકોટ ગ્રામ્ય પોલીસ કેમ્પ ઉભા કરી દેવાયા છે.

ગુજરાતની ગોંડલ વિધાનસભા બેઠક પર તકરારની શંકા,પોલીસ ફોર્સ વધારવા આદેશ કરાયો
X

ગોંડલ વિધાનસભા ચૂંટણી હવે રાજકીય રણસંગ્રામમાં ફેરવાઈ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગોંડલના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહની ખુલ્લી ધમકી બાદ રીબડા અનિરુદ્ધસિંહ મેદાનમાં આવ્યા છે. રીબડા અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને અનિરુદ્ધસિંહ જાડેજા ની 'પ્રેસ' પર સહુની મીટ મંડાઈ છે. બે જૂથ વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બનતા ચૂંટણી પંચે ગોંડલ વિધાનસભા માં આવતા તમામ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના આપી છે..

ચૂંટણીપંચની સૂચના બાદ ગોંડલમાં વર્ષો બાદ ચૂંટણી દરમિયાન IPS અધિકારી થી માંડીને રાજકોટ ગ્રામ્ય પોલીસ કેમ્પ ઉભા કરી દેવાયા છે. આ ઉપરાંત SRP અને CRPFની અનેક કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ ગોંડલના ભુણાવા ગામમાં યોજાયેલી સભામાં જયરાજસિંહે વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જયરાજસિંહ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગોંડલ બેઠક પર જયરાજસિંહ પરિવારને જ ટિકિટ મળશે.

આ ઉપરાંત તેમણે સ્ટેજ પરથી શહેરમાં વિરોધીઓના સરનામા વીંખી નાખવાની ધમકી આપી હતી. આ વીડિયો વાયરલ થતા ચૂંટણી પંચ એલર્ટ મોડ પર આવી ગયું છે ચૂંટણીપંચે આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસ ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ગોંડલ વિધાનસભા વિસ્તારમાં આવતા તમામ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત બંદોબસ્ત ગોઠવવામાં સૂચના આપી હતી તો રાજકોટ એન્જ આઇજી દ્વારા પણ રૂરલ એસ પી ને ગોંડલ પોહચવા કહેવામાં આવ્યું છે

Next Story