રાજકોટ: અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો, મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ પણ બાંધકામથી વાકેફ હતુ !

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ આ સમગ્ર મામલાની પુરજોશમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે દિન પ્રતિદિન અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે

New Update

રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો થયો છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ આ વિવાદિત બાંધકામથી વાકેફ હોવાનું બહાર આવ્યું છે

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ આ સમગ્ર મામલાની પુરજોશમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે દિન પ્રતિદિન અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે આ બાબતે વધુ એક ખુલાસો થયો છે જેમાં
રાજકોટ મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર પણ આ બાંધકામથી વાકેફ હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2021માં ફૂડ લાયસન્સ અપાયું હોવાનું બહાર આવ્યું છે.આ માટે નીતિન જૈનના નામથી અરજી કરવામાં આવી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ પાસે વિગતો મંગાવવામાં આવી છે અને કયા કયા દસ્તાવેજોના આધારે ફૂડ લાયસન્સ અપાયુ એ સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે
Latest Stories