/connect-gujarat/media/media_files/2025/11/23/rajkot-murder-news-2025-11-23-19-52-34.jpg)
રાજકોટમાં પરિણીતાનો મૃતદેહ મળતા ચકચાર મચી છે, પતિને પાણીપુરી ખાવા જવાનું કહી નીકળી હતી અને ફેક્ટરીમાંથી આવો ત્યારે મને લેતા આવજો તેવું પતિને કહ્યું હતુ, ભગવતીપરામાંથી પરિણીતાનો મૃતદેહ મળ્યો અને તીક્ષ્ણ હથિયારથી હત્યા કર્યાની પોલીસને શંકા છે, સમગ્ર ઘટનાનો બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે, કોઈ અજાણ્યા શખ્સે મોઢું દબાવીને હત્યા કરી હોવાની પોલીસને શંકા છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/11/23/rajkot-murder-news-2025-11-23-19-52-47.png)
મહિલા પાણીપુરી ખાવા જઉં છુ તેમ કહીને બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ ઘરે પણ કોઈને જાણ થઈ નહતી અને સવારે મૃતદેહ મળી આવ્યો હતો, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, મૃતકનું નામ 33 વર્ષીય સ્નેહાબેન હિતેશભાઈ આસોડિયા છે.