Connect Gujarat
રાજકોટ 

વડોદરા:કિશોરીના અપહરણ અને બાળાત્કારના કેસમાં આરોપીને સાત વર્ષની જેલની સજા ફટકારતી કોર્ટ

સાવલી તાલુકામાં રહેતી અને ધો.૧૦મા અભ્યાસ કરતી ૧૦ વર્ષની સગીરા સ્કૂલ અને ટયૂશન માટે પોતાના ગામથી સાવલી અપડાઉન કરતી હતી.

વડોદરા:કિશોરીના અપહરણ અને બાળાત્કારના કેસમાં આરોપીને સાત વર્ષની જેલની સજા ફટકારતી કોર્ટ
X

વડોદરા સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પહેલા નોંધાયેલા અપહરણ અને બાળાત્કારના ગુનામાં આરોપીને પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવીને કોર્ટે સાત વર્ષ કેદની સજાનો હૂકમ કર્યો છે જ્યારે પિડિતા સગીર હોવાથી તેને વળતર તરીકે રૃ.૪ લાખ ચુકવવા પણ આદેશ કર્યો છે.

સાવલી તાલુકામાં રહેતી અને ધો.૧૦મા અભ્યાસ કરતી ૧૦ વર્ષની સગીરા સ્કૂલ અને ટયૂશન માટે પોતાના ગામથી સાવલી અપડાઉન કરતી હતી. કમલેશ મુકેશભાઇ રોહીત (ઉ.૧૯. ગામ મંજોલા, તા.આમોદ, જિ.ભરૃચ) તેના પરિચયમાં આવ્યો હતો અને તા.૧૧ જુન ૨૦૧૮ના રોજ સગીરા જ્યારે સાવલી ખાતે ટયૂશન ક્લાસમાં આવી હતી ત્યારે કમલેશ સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. સગીરા ટયૂશનમાંથી ઘરે પરત નહી ફરતા તેના પરિવારજનો શોધખોળ કરવા લાગ્યા હતા ત્યારે ખબર પડી હતી કે કમલેશ તેને ભગાડી ગયો છે એટલે સગીરાના પરિવારજનોએ કમલેશની માતાને જાણ કરી હતી.બીજી તરફ કમલેશ સગીરાને લઇને પહેલા રાજપીપળા અને ત્યાંથી વલસાડ ગયો હતો અને રાત્રે સુરત રેલવે સ્ટેશન પર પહોંચ્યો હતો જ્યાં કમલેશે સગીરા ઉપર બાળાત્કાર કર્યો હતો અને બીજા દિવસે કમલેશ જ્યારે પોતાના ગામ પહોંચ્યો ત્યારે સગીરાના પરિવારજનો ત્યાં આવી પહોંચ્યા હતા અને સગીરાને લઇને ભાદરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં કમલેશ વિરૃધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.આ કેસમાં કોર્ટે આરોપીને 7 વર્ષ કેદ અને વળતર તરીકે રૂ.4 લાખ ચૂકવવા આદેશ કર્યો છે

Next Story