પોર્ન ફિલ્મોના નિર્માણના ગુના હેઠળ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો બિઝનેસમેન પતિ રાજ કુંદ્રા આગામી ત્રણ વર્ષમાં પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી તગડી કમાણી કરવા માંગતો હતો. તેણે આગામી ત્રણ વર્ષમાં 30 કરોડ રૂપિયાનો નફો મેળવવા માટેનો પ્લાન ઘડી કાઢયો હતો. હાલ રાજ કુંદ્રા મુંબઇ પોલીસની કસ્ટડીમાં છે અને આ કેસમાં રોજ રોજ નવા ખુલાસા થઇ રહયાં છે.
મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા રાજે પોતાના દમ પર કરોડો રૂપિયાની સંપત્તિ ઉભી કરી છે. રાજ કુંદ્રાએ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. 9 સપ્ટેમ્બર, 1975માં લંડનમાં જન્મેલા રાજ કુંદ્રાના પિતા બાલકૃષ્ણ કુંદ્રા પંજાબના લુધિયાણાના હતા. તેઓ લંડન ગયા હતા અને અહીંયા બસ કન્ડક્ટર તરીકે કામ કરતા હતા. રાજની માતા ઉષા રાની કુંદ્રા સોપ આસિસ્ટન્ટનું કામ કરતી હતી. થોડાં વર્ષ બાદ રાજના પિતાએ લંડનમાં રેસ્ટોરાં શરૂ કરી હતી.
18 વર્ષની વયે રાજે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. 1994માં રાજ નેપાળ ગયો અને અહીંયા તેણે પશમીના શાલ ખરીદી હતી. આ શાલ રાજે બ્રિટનના જાણીતા બ્રાન્ડેડ સ્ટોરીને વેચી હતી. આ રીતે રાજનો શાલનો બિઝનેસ ચાલવા લાગ્યો હતો. ત્યારબાદ રાજ ફરી એકવાર દુબઈ ગયો હતો. અહીંયા તેણે અનેક બિઝનેસ કર્યા હતાં. હવે રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મોના નિર્માણમાં સંડોવણી બહાર આવી છે. પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનો એકકો જમાવવા માટે રાજે અનેક યોજનાઓ ઘડી કાઢી હતી. તે અમેરિકાની કોઇ કંપનીને 120 જેટલી પોર્ન કલીપ 9 કરોડ રૂપિયામાં વેચવાની તૈયારીમાં હતો. આગામી ત્રણ વર્ષમાં તે પોર્ન ફીલ્મોમાંથી 30 કરોડ રૂપિયાનો નફો મેળવવાની ફિરાકમાં હતો અને તેના પ્લાન વિશેની માહિતી મુંબઇ ક્રાઇમ બ્રાંચ પાસે આવી છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170