સવારનો નાસ્તો હોય કે બાળકોનો લંચ બોક્સ, આ સરળ રેસીપી વડે તરત જ 'બેસન અપ્પ્મ' બનાવો.

નાસ્તામાં હેલ્ધી અને ટેસ્ટી શું ખાવું અને શું ના ખાવું તે સમજવું મુશ્કેલ છે.

New Update
સવારનો નાસ્તો હોય કે બાળકોનો લંચ બોક્સ, આ સરળ રેસીપી વડે તરત જ 'બેસન અપ્પ્મ' બનાવો.

આ ઉનાળાની કાળઝાળ ગરમી માટે કઇંક ઠંડુ ખાવાનું જ મન થતું હોય છે. સાથે સાથે હેલ્ધી પીણાં પરંતુ નાસ્તામાં હેલ્ધી અને ટેસ્ટી શું ખાવું અને શું ના ખાવું તે સમજવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં અમે તમારા માટે લાવ્યા છીએ ચણાના લોટમાંથી બનેલી અદ્ભુત રેસિપી. જે પેટ પણ લાંબા સેમી સુધી ભરેલું રાખશે, અને ચણાના લોટની વાનગી લગભગ બધાને ભવતિ હોય છે, આ સ્વાદિષ્ટ અપ્પ્મ માત્ર અડધા કલાકમાં તૈયાર થઈ જાય છે. તો ચાલો જાણીએ તેમને બનાવવાની સરળ રીત.

સામગ્રી :-

ચણાનો લોટ - 1/2 કપ, ડુંગળી – 1, ટામેટા – 1, લીલા મરચા – 2, લસણ લવિંગ - 3-4નાસ્તામાં હેલ્ધી અને ટેસ્ટી શું ખાવું અને શું ના ખાવું તે સમજવું મુશ્કેલ છે.

હળદર પાવડર - 1/2 ચમચી, ખાવાનો સોડા - 1/2 ચમચી, જીરું - 1/2 ચમચી, ઈનો - 1/2 ચમચી

મીઠું - સ્વાદ મુજબ, તેલ - જરૂરિયાત મુજબ

બનાવવાની રીત :-

સૌ પ્રથમ ચણાના લોટના અપ્પ્મ બનાવવા માટે સૌ પ્રથમ ચણાનો લોટ લો અને પાણીની મદદથી ઘટ્ટ બેટર તૈયાર કરો. આ પછી તેમાં બારીક સમારેલી ડુંગળી, ટામેટા, લસણ, લીલા મરચાં, જીરું, હળદર પાવડર અને ખાવાનો સોડા ઉમેરો. ત્યાર બાદ આ મિશ્રણને સારી રીતે મિક્ષ કરો અને તેને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દેવું.

હવે અપ્પ્મ પેન ગરમ કરો, અને દરેક ખાંચામાં 2 ટીપા તેલ ઉમેરો. મિશ્રણમાં ઈનો ઉમેરો અને એપ પેનમાં બનાવેલું બેટર રેડો, ઢાંકી દો અને તેને પાકવા દો. 2-3 મિનિટ પછી, બધી અપ્પ્મને ફેરવો, જેથી તે બંને બાજુથી સરખી રીતે પાકી જાય. તેને સોનેરી રંગના થાય ત્યાં સુધી બાફવા દેવું , આ પછી સ્વાદિષ્ટ ચણાના લોટના અપ્પ્મ તૈયાર છે. તેને કોથમીરની ચટણી અથવા ટામેટાની ચટણી સાથે સર્વ કરો. અને ટિફિન બોક્સમાં આપી શકો છો.

Latest Stories