ભરૂચ : SVMIT કોલેજ કેમ્પસમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન, જિલ્લા કલેકટરે મુલાકાત લીધી

સૌપ્રથમવાર રોટરી કલબ આયોજિત સ્પાઇસ ઓફ ભરૂચ ફૂડ ફેસ્ટિવલે સ્વાદપ્રેમી શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું છે.

New Update
ભરૂચ : SVMIT કોલેજ કેમ્પસમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન, જિલ્લા કલેકટરે મુલાકાત લીધી

ભરૂચની એસ.વી.એમ.આઈ.ટી. કોલેજ કેમ્પસમાં સૌપ્રથમવાર રોટરી કલબ આયોજિત સ્પાઇસ ઓફ ભરૂચ ફૂડ ફેસ્ટિવલે સ્વાદપ્રેમી શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું છે. ભરૂચ રોટરી કલબ અને સહભાગી સંસ્થાઓ દ્વારા શહેરમાં પ્રથમ વખત બે દિવસીય ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. એસ.વી.એમ.આઈ.ટી. કેમ્પસમાં આયોજિત સ્પાઇસ ઓફ ભરૂચ ફૂડ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ મુલાકાત લઈ આ ફૂડ ફેસ્ટિવલને શહેર માટે ગર્વ સમાન ગણાવ્યું હતું.

Advertisment
" max-width="100%" class="video-element note-video-clip" height="360">

શહેરમાં આવી પ્રવૃત્તિ થતી રહે અને નાગરિકોનું જોડાણ અને શહેર પ્રત્યે પ્રેમ વધે તેના પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે રોટરીના પ્રમુખ વિક્રમ પ્રેમકુમાર, અન્ય હોદેદારો, શહેરીજનો હાજર રહ્યા હતા. ફૂડ ફેસ્ટિવલ સાથે લાઈવ મ્યુઝિક અને ગેમ્સના પણ આયોજને યુવાનો અને બાળકોમાં ઉત્સાહ સાથે આકર્ષણ જમાવ્યું હતું.

Latest Stories