વિદેશીઓને લાગ્યો ભરૂચ-વાલિયાના ચમારિયા ગામના અથાણા-પાપડનો ચટાકો, સિમાડાઓ વટાવી વિદેશમાં એક્ષપોર્ટ વધ્યું

અમલી ‘મિશન મંગલમ્ યોજના’એ રાજ્યની લાખો મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી છે. જેનું જીવતું જાગતું ઉદાહણ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચમારિયા ગામમાં જોવા મળે છે

author-image
By Connect Gujarat Desk
Valia
New Update

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાની 500થી વધુ બહેનોને ટ્રેનિંગ આપી પગભર બનાવી મહિલા સશક્તિકરણ માટે નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડતાં ચમારિયા ગામના રીટા બોરાધરાના માર્ગદર્શન હેઠળ કેમિકલ વિનાના 20થી વધુ પ્રકારના અથાણા અને પાપડ દેશના સિમાડાઓ વટાવી વિદેશમાં એક્ષપોર્ટ થઈ રહ્યા છે. 

સરકાર દ્વારા અમલી જનકલ્યાણકારી યોજનાઓથી રાજ્યમાં છેવાડે વસતા અદના માનવીઓ પણ સ્વમાનભેર જીવન વ્યતિત કરી રહ્યા છે. રાજ્યની મહિલાઓ આર્થિક રીતે પગભર બની મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બને તે માટે સરકાર દ્વારા અમલી મિશન મંગલમ્ યોજનાએ રાજ્યની લાખો મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી છે. જેનું જીવતું જાગતું ઉદાહણ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચમારિયા ગામમાં જોવા મળે છેજ્યાં સખી મંડળ તથા મિશન મંગલમ જેવા સ્વ:સહાય જૂથો દ્વારા ગુજરાતની મહિલાઓની સફળ ગાથા દરેક માટે પ્રેરણારૂપ બની છે.

સ્વ:સહાય જૂથો થકી આત્મનિર્ભર બનવા સાથે મહિલાઓ પોતાની નવી ઓળખ ઉભી કરવામાં સફળ રહી છે. જેના પરિણામસ્વરૂપે આજે રાજ્યના અનેક મહિલાઓ પ્રેરણાના અનોખા દ્રષ્ટાંત બન્યા છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચમારિયા ગામના લુહાર ફળિયામાં રહેતા રીટા બોરાધરાએ મિશન મંગલમના સથવારે આત્મનિર્ભર બનવાના પોતે જોયેલા દુરંદ્દેશી સ્વપ્નને સાકાર કરી ગામની 40થી વધુ મહિલાઓનેજ્યારે ભરૂચ જિલ્લાના 500થી વધુ બહેનોને વોકેશનલ ટ્રેનિંગ આપી તેઓને પગભર બનાવી ચૂક્યા છે. રેખા બોરાધરાએ સખી મંડળના બહેનો માટે મહિલા સશક્તિકરણ માટે નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તેઓએ જણાવ્યુ હતું કેવર્ષ 2018માં માત્ર 10 મહિલાઓથી આ મંડળ શરૂ કર્યું હતું. મંડળની બહેનો મળી 20થી વધુ પ્રકારના અથાણાં બનાવી વેચાણ કરતા હતા. નાના-મોટા સરકારીખાનગી કાર્યક્રમો તથા પ્રસંગોમાં નાસ્તાથી લઈ જમણવાર કેટરીંગનું કામ શરૂ કર્યુંઅને જેનો વ્યવસાય આજે પણ ચાલુ છે. શરૂઆતમાં મહિને 5થી 7 હજારની આવક થતી તેમજ ધીમે-ધીમે ગ્રુપની મહિલાઓ વધતી ગઈ અને તેમના સાથ સહકાર થકી મંડળમાં અથાણા અને પાપડનો કેમિકલમુક્ત વ્યાપાર શરૂ કર્યો.

આ ગૃહ ઉદ્યોગમાં આજે 20થી વધુ પ્રકારના અથાણાપાપડ,મઠીયામુખવાસ જેવી વસ્તુ બનાવવામાં આવે છે. કુબેર મંડળની બહેનો વાર્ષિક 9 લાખનું ટર્ન ઓવર કરી 40ટકા નફો મેળવી રહી છે. જેમના બનાવેલા અથાણા અને પાપડ આજે દેશના સિમાડા વટીને કેનેડા અને અમેરિકા સુધી એક્ષપોર્ટ થઈ રહ્યા છે. વધુમાંઆ પ્રવૃતિની સાથે સાથે તેઓએ આણંદ ખાતે માસ્ટર સેફની પ્રોફેશનલ રસોઈની તાલીમ પણ મેળવી છે.

તેના પ્રતાપે રૂરલ સેલ્ફ ઇમ્પ્લોયમેંટ ટ્રેનિગ સંસ્થા સાથે જોડાઈને માસ્ટર ટ્રેનર તરીકેની માનદ સેવા પણ તેઓ આપી  રહ્યા છે. ઉપરાંત ગાંધીનગર ખાતે યોજાયેલા સખી સંવાદના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી પોતાના અનુભવો વાગોળ્યા હતા. આમનાની પ્રવૃત્તિઓ દ્વારા દરેક મંડળ મહીને નિશ્ચિત આવક મેળવી મહિલાના આર્થિક ઉત્કર્ષનું માધ્યમ બન્યું છેત્યારે ખરા અર્થમાં તેઓએ મહિલા નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

#Bharuch News #Sakhi Mandal #Valia Bharuch #વાલિયા #અથાણા-પાપડ #ચમારિયા ગામ
Here are a few more articles:
Read the Next Article