Connect Gujarat
આરોગ્ય 

શું તમે પણ ખાવ છો મોમોસ..? તો ચેતજો ...અનેક બીમારીઓ ઘર કરી જશે

ભારતમાં લોકો તળેલા અને તંદૂરી મોમોસ ખૂબ જ ખાવાનું પસંદ કરે છે. તે યુવા પેઢીનો પ્રિય નાસ્તો પણ માનવામાં આવે છે

શું તમે પણ ખાવ છો મોમોસ..? તો ચેતજો ...અનેક બીમારીઓ ઘર કરી જશે
X

ઘણા એવા અહેવાલો સામે આવ્યા છે કે જો વધારે પ્રમાણમાં મોમોસ ખાવામાં આવે તો કેન્સર, ડાયાબિટીસ કે બીજી અન્ય બીમારીઓ થવાનું નિશ્ચિત છે. છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીઓમાં ચાઇનીઝ ફૂડનો ક્રેઝ વધી રહ્યો છે. ભારતમાં લોકો તળેલા અને તંદૂરી મોમોસ ખૂબ જ ખાવાનું પસંદ કરે છે. તે યુવા પેઢીનો પ્રિય નાસ્તો પણ માનવામાં આવે છે. જો કે મોમોસ પસંદ કરનારાઓની અછત નથી, પરંતુ મોટા ભાગના ફૂડસ્ટોલ પર યુવાનોની ભીડ જોવા મળી રહી છે. તો જાણો વધારે માત્ર માં મોમોસ ખાવાથી કઈ કઈ બીમારીઓ થઈ શકે છે.

ડાયાબિટીસનું જોખમ:-

આરોગ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે મોમોસના કણકને સ્મૂધ બનાવવા તેમાં તેમાં હાનિકારક કેમિકલ્સ બેન્ઝોઈલ ઉમેરવામાં આવે છે. આ પ્રકારનું રસાયણ સ્વાદુપિંડ પર સીધું અસર કરે છે અને તેના કારણે ઇન્સુલિન હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે. આવી સ્થિતિમાં આપના શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધવા લાગે છે. અને આપણે ડાયાબિટીસનો શિકાર બની જઈએ છીએ.

પાઇલ્સ થવાની સંભાવના વધી જાય છે:-

મોમોસ સ્ટફિંગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. અને તેમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઈબરની અછતના કારણે તમને કબજિયાત થવા લાગે છે અને એક સમયે તમને પાઇલ્સની સમસ્યા થઈ છે. તેમાં વપરાતી મસાલેદાર ચટણી પણ પાઇલ્સ થવાનું કારણ બની શકે છે.

કેન્સરનું જોખમ વધે છે:-

મોમોસને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં આજીનો મોટો ઉમેરવામાં આવે છે અને આ કેમિકલ્સથી કેન્સર થવાનું જોખમ વધે છે. જો કે અત્યારે દરેક ચાઇનિઝ ફૂડમાં આજીનો મોટો નાખવામાં આવે છે તે કોઈ મોટા ખતરથી ઓછું નથી.

હાઇ બ્લડપ્રેશર:-

નિષ્ણાંતોનું કહેવું છે કે મોમોસ સાથે ખાવામાં આવતી મસાલેદાર ચટણીથી પણ હાઇ બીપીની સમસ્યા થઈ શકે છે. ટેસ્ટના હોવા છતાં લોકો તેને રસ ભરીને ખાય છે. તેમાં સોડિયમનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે. અને તેના કારણે બીપીનું સ્તર વધી શકે છે.

Next Story