શ્રાવણ માસમાં ઉપવાસના દિવસોમાં પીવો પપૈયાંનો હેલ્ધી શેક, બનાવવું એકદમ સરળ.....

હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. અને આ માસમાં ઘણા લોકો ઉપવાસ પણ કરતાં હોય છે. ઘણા લોકો માત્ર ફ્રૂટ જ ખાવાનું પસંદ કરતાં હોય છે.

New Update
શ્રાવણ માસમાં ઉપવાસના દિવસોમાં પીવો પપૈયાંનો હેલ્ધી શેક, બનાવવું એકદમ સરળ.....

હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. અને આ માસમાં ઘણા લોકો ઉપવાસ પણ કરતાં હોય છે. ઘણા લોકો માત્ર ફ્રૂટ જ ખાવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ માત્ર ફ્રૂટ ખાવાથી તમને ભૂખ પણ લાગી શકે છે. તેમણે કઈક એવું જોઈએ છે જે તમને દિવસભર એનર્જી આપે તો આજે અમે તમને પપૈયાંનો શેક કેવી રીતે બને છે તેના વિષે માહિતી આપીશું...

પપૈયાં શેક બનાવવાની સામગ્રી

  • પપૈયા – 200 ગ્રામ
  • ડ્રાય ફ્રૂટ્સ
  • એલચી – 2 પીસી (વૈકલ્પિક)
  • બરફના ટુકડા – 4 (વૈકલ્પિક)
  • ખાંડ – 4 ચમચી
  • દૂધ – 250 ગ્રામ

પપૈયાં શેક બનાવવાની રીત

  • પપૈયા શેક બનાવવા માટે સૌપ્રથમ પપૈયાના ટુકડા કરી લો.
  • હવે એક મિક્સર જારમાં પપૈયા, ખાંડ અને થોડું દૂધ લઇ પીસી લો.
  • ત્યારબાદ તેમાં એલચી અને બરફના ટુકડાનાખીને ફરી એકવાર મિક્સ કરી લો.
  • હવે તેને ગ્લાસમાં નાખીને ઉપરથી બારીક સમારેલા ડ્રાયફ્રુટ્સ નાખીને સર્વ કરો.
  • તૈયાર છે પપૈયાનો શેક.