Connect Gujarat
વાનગીઓ 

શિયાળામાં માણો પ્રોટીનથી ભરપૂર આ હેલ્ધી સૂપની મજા, યાદશક્તિ અને આંખોનું વધશે તેજ, જાણો બનાવવાની સરળ રેસેપી......

પાલકનું સેવન કરવાથી હિમોગ્લોબિન વધે છે. આ સિવાય ગર્ભવતી મહિલાઓમાં ફોલિક એસિડની ઉણપ દૂર કરવા માટે તેનું સેવન લાભદાયક નીવડે છે.

શિયાળામાં માણો પ્રોટીનથી ભરપૂર આ હેલ્ધી સૂપની મજા, યાદશક્તિ અને આંખોનું વધશે તેજ, જાણો બનાવવાની સરળ રેસેપી......
X

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લોકો હવે હેલ્ધી સૂપ પીવાનું શરૂ કરી રહ્યા છે કે જે તમારા સ્વાસ્થ્યને સારું રાખે. પાલક તેમનું જ એક શાકભાજી છે. પાલકનું સેવન કરવાથી હિમોગ્લોબિન વધે છે. આ સિવાય ગર્ભવતી મહિલાઓમાં ફોલિક એસિડની ઉણપ દૂર કરવા માટે તેનું સેવન લાભદાયક નીવડે છે. તેમાં રહેલું કેલ્શિયમ, બાળકો, વૃધ્ધો, ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના ઉપયોગથી યાદશક્તિમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત પાલકની ભાજી ખ્વાથી પણ પાચનતંત્રમાં પણ રેસા ઉમેરાય છે. એટલે પાચન સરળ થઈ જાય છે. આ સૂપ નાના બાળકોથી માંડીને બધા જ ઓકો પી શકે છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસેપી.....

પાલકનું સૂપ બનાવવાની સામગ્રી

· 500 ગ્રામ પાલક

· 3 થી 4 નંગ ટામેટાં

· 1 ઇંચ આદુનો ટુકડો

· ½ ટી સ્પૂન સંચળ

· 1 ટી સ્પૂન લીંબુનો રસ

· 2 ટી સ્પૂન બટર

· 2 ટી સ્પૂન ક્રીમ

· 1 ટી સ્પૂન સમારેલી કોથમીર

· મીઠું સ્વાદ અનુસાર

પાલકનું સૂપ બનાવવાની રેસેપી

· સૌ પ્રથમ પાલક, ટામેટાં અને આદુના ટુકડા કરીને તેને બાફી લો. ત્યાર બાદ તેની પ્યોરી બનાવી લો.

· હવે આ પ્યુરીમાં 5 થી 6 કપ પાણી નાખી ગરણીથી ગાળી લો.

· તેને ધીમા તાપે મીઠું, સંચળ અને મરી નાખીને 2 થી 3 મિનિટ ચઢવા દો.

· સુપને ગેસ પરથી ઉતારીને તેમાં બટર aને લીંબુનો રસ ઉમેરી ગરમ ગરમ સર્વ કરો.

· આ સૂપ નાના બાળકોથી માંડીને પરિવારના તમામ સભ્યોને પસંદ આવશે. તમે તેને અઠવાડિયામાં 2 વાર ટ્રાય કરી શકો છો.

Next Story