/connect-gujarat/media/post_banners/db14075aab5024762d533db6b598081b0fb30b6b573e0087316b94df28705ca9.webp)
શિયાળાની ઋતુ શરૂ થતાં જ લીલા પાંદડાવારા શાકભાજી આવવાની શરૂઆત થઈ જાય છે, તેમાય મેથી એક એવી ખાદ્ય સામગ્રી છે જેમાંથી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. આ લીલા પાંદડાવાળા શાકભાજીના બીજનો ઉપયોગ ઘણી બધી વાનગીઓમાં પણ થાય છે. જો કે, મેથી ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તમારા આહારમાં મેથીનો સમાવેશ કરીને, બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરી શકાય છે, જે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ સિવાય તે કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તેથી, મેથી ખાવી તમારા હૃદય માટે પણ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે તમે કઈ કઈ મેથીની વાનગીઓ બનાવી શકો છો અને તમારા આહારમાં સામેલ કરી શકો છો.
મેથી બટાકાની ભાજી :-
મેથી અને બટાકાની ભાજી શિયાળામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેને બનાવવું એકદમ સરળ છે. સામાન્ય રીતે તેનું સૂકું શાક બનાવવામાં આવે છે, જે મોટાભાગે રોટલી સાથે ખાવામાં આવે છે. આ શાક તૈયાર કરવામાં ખૂબ જ સરળ છે, જે લગભગ 30-40 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તેવી જ રીતે ખાલી મેથીનું શાક પણ બનાવી શકાય છે અને બાજરીના રોટલા સાથે ખાઈ શકાય છે.
મેથીના થેપલા :-
જે લોકો શિયાળામાં થેપલા ખાવાનું પસંદ કરે છે, મેથીના થેપલા બહુ ભારે હોતા નથી, જેના કારણે તેને નાસ્તામાં પણ ખાઈ શકાય છે. મેથીના પાનને લોટ મિક્ષ કારીને આ થેપલા અથાણાં કે દહીં સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
મેથીના લાડુ :-
શિયાળામાં ઘણા પ્રકારના સ્વાદિષ્ટ લાડુ બનાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. સુકા આદુ, મેથીના દાણા, લોટ, વરિયાળી અને ઘી ભેળવીને મેથીના લાડુ બનાવવામાં આવે છે. આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને શરીરને ગરમ અને હેલ્ધી રાખે છે.
મેથી પુલાવ :-
પુલાવ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. મેથી પુલાવને ચોખામાં મેથીના પાન અને મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે, જે તેને ખૂબ જ સુખદ સુગંધ આપે છે. તમે તેને કોઈપણ દાળ, શાક કે રાયતા સાથે ખાઈ શકો છો.
મેથી,વટાણા અને પનીર :-
પાલક પનીરની જેમ મેથી વટાણાઅને પનીર પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. મેથીના પાનને ઉકાળી, પીસીને પછી તેનું શાક તૈયાર કરવામાં આવે છે. પનીર અને વટાણાને કારણે આ શાક વધુ પૌષ્ટિક બને છે.
આ રીતે મેથીના પાંદડામાથી અનેક વાનગીઓ બનાવી શકાય છે, જે શિયાળા દરમિયાન તેને હેલ્ધી માનવમાં આવે છે. ખાસ કરીને ઠંડી અને ચોમાસાની સીઝમાં મેથીના ગોટા ખાવાની કાઈક અલગ જ મજા હોય છે.