Connect Gujarat
વાનગીઓ 

શિયાળા દરમિયાન લીલી ડુંગળી સ્વાસ્થય માટે છે ખૂબ ફાયદાકારક, જાણો તેને આહારમાં કઈ રીતે સામેલ કરી શકાય.

સ્પ્રિંગ ઓનિયન, જેને લીલી ડુંગળી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

શિયાળા દરમિયાન લીલી ડુંગળી સ્વાસ્થય માટે છે ખૂબ ફાયદાકારક, જાણો તેને આહારમાં કઈ રીતે સામેલ કરી શકાય.
X

સ્પ્રિંગ ઓનિયન, જેને લીલી ડુંગળી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.અને ખાસ કરીને આ શિયાળા દરમિયાન વધુ પ્રમાણમાં આવે છે, તેના એન્ટિ-હાયપરલિપિડેમિક ગુણોને કારણે, તેને ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલની સાથે તે બ્લડ શુગર ઘટાડવામાં પણ મદદરૂપ છે. ફાઈબરથી ભરપૂર હોવાથી તે પાચન માટે પણ ફાયદાકારક છે. આ ઉપરાંત, તે તેના બળતરા વિરોધી ગુણધર્મોને કારણે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. લીલી ડુંગળીમાં વિટામિન સી અને વિટામિન કે પણ જોવા મળે છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિ અને મજબૂત હાડકાં માટે જરૂરી છે. જો તમને માત્ર એક શાકભાજીથી આટલા બધા ફાયદા થાય છે, તો તેને તમારા આહારમાં સામેલ કરવું ખૂબ જ ફાયદાકારક બની શકે છે.તો ચાલો જાણીએ કે કઈ રીતે તમે લીલી ડુંગળીને તમારા આહારનો ભાગ બનાવી શકો છો.

લીલી ડુંગળીની પેનકેક :-

આપણને બધાને પેનકેક ખાવાનુ તો ગમતું જ હોય છે, લીલી ડુંગળીની પેનકેક બનાવીને તમે સ્વાદની સાથે સાથે તમારું સ્વાસ્થ્ય પણ સુધારી શકો છો. સૌ પ્રથમ લીલી ડુંગળીને સાફ કરીને તેને કાપીને બાજુ પર રાખો. આ પછી, નરમ લોટ બાંધો અને તેને કપડાથી ઢાંકી દો અને થોડીવાર માટે બાજુ પર રાખો. કણકના ટુકડા કરી લો અને તેના પર હલકું તેલ લગાવો અને ઉપર લીલી ડુંગળી નાખો. એક પેનમાં તેલ ગરમ કરો અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો આ રીતે સ્પ્રિંગ ઓનિયન પેનકેક તૈયાર કરવામાં આવે છે. તેને કેચપ અથવા ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરી શકાય છે.

ડુંગળી સેન્ડવીચ :-

લીલી ડુંગળીની સેન્ડવીચ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને બનાવવા માટે લીલી ડુંગળીને ધોઈને બારીક સમારી લો. આ પછી એક બાઉલમાં મેયોનીઝ, દૂધ, ચીલી ફ્લેક્સ, છીણેલું ચીઝ, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને સમારેલી લીલી ડુંગળી ઉમેરો. તેમાં મીઠું અને મરી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ પછી, એક પેનમાં માખણ ગરમ કરો અને આ સ્વાદિષ્ટ માવાને બ્રેડની વચ્ચે ભરો અને તેને બંને બાજુએ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળો. સેન્ડવીચને કેચપ અથવા ચટણી સાથે સર્વ કરો.

Next Story