Connect Gujarat
વાનગીઓ 

જો તમે પ્રોટીનથી ભરપૂર નાસ્તાનો વિકલ્પ શોધી રહ્યા છે, તો ઘરે જ બનાવો આ હેલ્ધી નાસ્તો

માનવ શરીર માટે જેન વિટામિન, મિનરલ, ફાઈબર જરૂરી માત્રામાં જરૂરી છે તેવી જ રીતે કઠોળ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. જો તમે શાકાહારી છો,

જો તમે પ્રોટીનથી ભરપૂર નાસ્તાનો વિકલ્પ શોધી રહ્યા છે, તો ઘરે જ બનાવો આ હેલ્ધી નાસ્તો
X

માનવ શરીર માટે જેન વિટામિન, મિનરલ, ફાઈબર જરૂરી માત્રામાં જરૂરી છે તેવી જ રીતે કઠોળ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. જો તમે શાકાહારી છો, તો તમારે તમારા આહારમાં કઠોળનો સમાવેશ કરવો જ જોઈએ અને માત્ર પ્રોટીન જ નહીં, કઠોળ શરીરને અન્ય ઘણા જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે. જેમાં આયર્ન અને ફાઈબર જેવા તત્વોનો સમાવેશ થાય છે. પરંતુ આપણા આહારમાં, કઠોળ મોટાભાગે ફક્ત લંચ અથવા રાત્રિભોજનમાં શામેલ હોય છે, પરંતુ તમે તેમાંથી નાસ્તો અથવા સાંજનો નાસ્તો પણ બનાવી શકો છો. તો ચાલો જાણીએ નાસ્તાની આવી જ એક ટેસ્ટી અને હેલ્ધી રેસિપી.

મસૂર દાળના પુડલા :-

મસૂરદાળ હલકી હોય છે એટલે કે તે સરળતાથી પચી જાય છે. આ ખાધા પછી એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ તમને પરેશાન કરતી નથી. ઉપરાંત, ફાઇબરની હાજરીને કારણે, કબજિયાત થતી નથી. મસૂર દાળ નબળાઈથી લઈને બ્લડ પ્રેશર, સુગર અને કોલેસ્ટ્રોલ સુધીની ઘણી સમસ્યાઓનો ઉકેલ છે. આ દાળનો ઉપયોગ ચહેરાની ચમક વધારવા માટે પણ થાય છે.

મસૂર દાળની હેલ્ધી રેસીપી :-

સામગ્રી :-

મસૂર દાળ- 2 કપ, લીલા મરચા- 2 થી 3, ડુંગળી- મીડિયમ કદ, ચણાનો લોટ- 2 ચમચી, કાળું મીઠું- સ્વાદ મુજબ, લીલા ધાણા

મસૂર દાળના પુડલા બનાવવાની રીત :-

સૌપ્રથમ પુડલા બનાવવા માટે દાળને બે કલાક પલાળી રાખો. બે કલાક પછી મસૂરની દાળને મિક્સરમાં પીસીને તેની ઘટ્ટ પેસ્ટ બનાવી લો. એક મોટા બાઉલમાં મસૂર દાળની પેસ્ટ નાખો. તેમાં ચણાનો લોટ ઉમેરો અને તેને સારી રીતે ફેટી લો જેથી ગઠ્ઠો ના રહે.

પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સમારેલા લીલા ધાણા, લીલું મરચું અને તીખાનો ભુક્કો સ્વાદ મુજબ ઉમેરો અને બરાબર મિક્સ કરો, ત્યાર પછી હવે એક નોન-સ્ટીક તવાને ગરમ કરો અને મોટા ચમચીની મદદથી તેમાં બેટર નાખીને તેને ગોળ આકાર આપો. બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી પકાવો. આ જ રીતે બધા પુડલા તૈયાર કરો અને તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

Next Story