/connect-gujarat/media/post_banners/ceb58f736dada314c2f6ee521e30156026106ea2868dad0e4ab7e225560684e7.webp)
લોકો શિયાળાની ઋતુની આતુરતાથી રાહ જોતા હોય છે. આ સિઝનમાં શરીરને સ્વસ્થ અને ગરમ રાખવા માટે અવનવી હેલ્ધી વાનગી ખાતા હોય છે, જો કે આ ઋતુમાં વ્યક્તિને અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પણ પડે છે. શિયાળામાં પોતાને ફિટ રાખવા માટે તમે તમારા આહારમાં ફેરફાર કરી શકો છો, આ સિવાય ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરવા પણ એટલા જ જરૂરી છે.
તમારે તમારા શિયાળાના આહારમાં કેટલાક એવા ખોરાકનો સમાવેશ કરવો જ જોઈએ, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક અને સ્વાદથી ભરપૂર હોય છે. ગાજરના હલવાથી માંડીને મેથીની વાનગીઓ અને મકાઇના રોટલા, આ માત્ર સ્વાદિષ્ટ વાનગીઓ જ નથી પણ જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે. તો ચાલો જાણીએ શિયાળામાં કઈ કઈ વસ્તુઓ ખાવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ગાજરની વાનગી :-
લોકો શિયાળામાં ગાજરનો હલવો અને દૂધીનો હલવો ખાવાનું પસંદ કરે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે તમારા શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે, તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી તમે ઘણા પ્રકારના ચેપથી બચી શકો છો. તેને બનાવવા માટે, ગરમ ઘીમાં છીણેલા ગાજરને તળી લો, તેમાં દળેલી ખાંડ અને દૂધ ઉમેરો. આ મિશ્રણને સારી રીતે પકાવો. બફાઈ જાય એટલે ગેસ બંધ કરી દો. ડ્રાય ફ્રુટ્સથી ગાર્નિશ કરી અને સર્વ કરો.
મેથીના પાનની વાનગી :-
પોષક તત્વોથી ભરપૂર મેથીના પાન સ્વાસ્થ્યનો ખજાનો છે. આ પાંદડા શિયાળામાં તમને ઘણી બીમારીઓથી બચાવે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તેને તમારા આહારમાં ચોક્કસપણે સામેલ કરો. તમે આ પાંદડાઓનો ઉપયોગ ઘણી રીતે ભોજનમાં કરી શકો છો. મેથીના પાનનો ઉપયોગ પરાઠા અને શાકમાં કરી શકાય છે.
તલ :-
શિયાળામાં તલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. શરીરને ગરમ રાખવાની સાથે સાથે તે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તલ વડે તમે ઘરે સ્વાદિષ્ટ લાડુ બનાવી શકો છો, તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
પાલક :-
પાલક સ્વાસ્થ્યનો ખજાનો છે, તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. શિયાળામાં તેનો ઉપયોગ કરીને તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. લીલા પાલકના પાનનો ઉપયોગ પુરી, પનીર, શાક કે પરાઠામાં કરી શકાય છે. જે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે.