Connect Gujarat
વાનગીઓ 

શું તમે પણ પ્રોટીનથી ભરપૂર વાનગી ખાવા માંગો છો, તો આ સ્વાદિષ્ટ રાજમા કબાબ જરૂર ટ્રાય કરો

તંદુરસ્ત આહાર અને જીવનશૈલી માટે ખોરાકમાં તમામ પોષક તત્વો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શું તમે પણ પ્રોટીનથી ભરપૂર વાનગી ખાવા માંગો છો, તો આ સ્વાદિષ્ટ રાજમા કબાબ જરૂર ટ્રાય કરો
X

તંદુરસ્ત આહાર અને જીવનશૈલી માટે ખોરાકમાં તમામ પોષક તત્વો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રોટીન આમાંથી એક છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. તે કઠોળ, ઈંડા, જેવી વસ્તુઓમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. પ્રોટીન રાજમામાં પણ જોવા મળે છે, જે એક પ્રકારનું કઠોળ છે. તેને પ્રોટીનનો ભંડાર પણ કહેવામાં આવે છે. રાજમાને પલાળી અને તેનું ગ્રેવી વાળું શાક પણ બનાવી શકો છો, પરંતુ આ રીતે, તમે તેનાથી બનેલા સ્વાદિષ્ટ રાજમા કબાબને ટ્રાય કરી શકો છો. તો ચાલો જાણીએ રાજમા કબાબ બનાવવાની રેસિપી જે નાનાથી લઈને મોટા સૌ કોઈ લોકોને ભાવતું હોય છે.

રાજમા કબાબ સામગ્રી:

1 કેપ રાજમા, આદુ-લસણની પેસ્ટ, તેલ, ચણા નો લોટ, બારીક સમારેલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું, મરચું પાવડર, હળદર પાવડર, આમચૂર પાવડર

રાજમા કબાબ બનાવવાની રીત :-

સૌથી પહેલા રાજમાને ધોઈ અને આખી રાત પલાળી રાખો. પલાળેલા રાજમાને કુકરમાં બાફવા માટે મૂકી અને બે થી ત્રણ સીટી વગાડવા દો. રાજમા બરાબર બફાઈ જાય એટલે કૂકર ખોલો અને ઠંડુ થવા દો. ત્યાર બાદ રાજમાને મેશ કરીને બાજુ પર રાખો. એક પેનમાં તેલ ઉમેરો અને આદુ લસણની પેસ્ટ ઉમેરો. જ્યારે પેસ્ટ સતળાઇ જાય ત્યારે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો. આ પછી તેમાં ચણાનો લોટ નાખીને સાંતળો. ચણાનો લોટ શેકાઈ જાય એટલે તેમાં છૂંદેલા રાજમા ઉમેરો. બરાબર મિક્સ કરો અને રાજમા કબાબ મિક્સ તૈયાર છે.

હવે હથેળી પર તેલ લગાવો અને મિશ્રણમાંથી એક ટુકડો કાઢીને ટિક્કીનો આકાર આપો. એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં કબાબ ઉમેરો અને તેને શેલો ફ્રાય કરો. ટીસ્યુ પેપર પર કાઢી લો. લીલી ચટણી અને ગોળ સમારેલી ડુંગળીના સલાડ સાથે સર્વ કરી શકો છો. તેની સાથે પરાઠા પણ બનાવી શકાય છે.

Next Story