વરસાદમાં ભજીયા, દાળવડા, પકોડા ઉપરાંત ટ્રાય કરો મિલેટ ક્રિસ્પી રિંગ

વરસાદની ઋતુમાં દરેક ઘરમાં બટાકાના ભજીયા, દાળવડા, પકોડા બનાવવાનું ચલણ વધી જાય છે. આજે અમે આપને જણાવીશું જુવારના લોટમાંથી બનતી ક્રિસ્પી રિંગ (Crispy rings)વિશે.

New Update
crispy ring

ગુજરાતમાં અત્યારે ચોમાસુ બરાબર જામ્યું છે. અત્યારે દરેક ગુજરાતીના ઘરમાં બટાકાના ભજીયા, દાળવડા, પકોડા બનતા હોય છે. આજે અમે આપને ચોમાસા માટે શ્રેષ્ઠ અને તંદુરસ્ત બ્રેક્ફાસ્ટ વિશે જણાવીશું.

આ બ્રેકફાસ્ટ આજે જ ઘરે બનાવો. અબાલવૃદ્ધ સૌ કોઈ વરસાદી માહોલમાં હોંશે હોંશે ખાશે આ બ્રેકફાસ્ટ. આજે અમે આપને જણાવીશું જુવારના લોટમાંથી બનતી ક્રિસ્પી રિંગ વિશે.

જુવાર એક મિલેટ (Millet) ગણાય છે. તેના લોટમાંથી બનતી વાનગીઓ આરોગ્યપ્રદ ગણાય છે. તેથી જ વરસાદમાં નાના બાળકોથી લઈ વડીલો સૌ કોઈને ભાવતી અને આરોગ્યપ્રદ વાનગીઓ માટે જુવારનો લોટ વાપરો. આજે જાણી લો જુવારના લોટમાંથી બનતી ક્રિસ્પી રિંગ વિશે. જુવારના લોટમાંથી બનતી ક્રિસ્પી ખાવામાં સ્વાદિષ્ટ અને હેલ્થી હોય છે. આ ક્રિસ્પી રિંગ બનાવીને તમે બની શકશો સુપરમોમ. જો આપ કિટી પાર્ટી કે આપના ઘરે યોજાતા ગેટ ટુ ગેધરમાં જુવારના લોટમાંથી બનતી ક્રિસ્પી રિંગ પીરસસો તો આપ બની શકશો સ્માર્ટ શેફ હોસ્ટ.

વરસાદની સીઝનમાં ગરમાગરમ, ચટપટી અને તળેલી વાનગીઓનું ચલણ વધી જાય છે. તેથી જ સ્વાદપ્રિય ગુજરાતી પ્રજાના ઘરે વરસાદમાં બટાકાના ભજીયા, પકોડા, દાળવડા વગેરે બનવા સ્વાભાવિક છે. આજે જાણી લો જુવારના લોટમાંથી બનતી ક્રિસ્પી રિંગ વિશે. આ ક્રિસ્પી રિંગ એકદમ કુરકુરી અને સ્વાદિષ્ટ હોવાથી અબાલવૃદ્ધ દરેક જણ હોંશે હોંશે ખાશે તેમાં કોઈ બેમત નથી.

અત્યંત ક્રિસ્પી અને યમી રિંગ બનાવવા માટે સૌ પ્રથમ જુવારના લોટમાં બાફેલા બટાકાને ખમણીને માવો બનાવો. આ મિશ્રણમાં જરુરી બધા મસાલા અને પાણી ઉમેરો. આ મિશ્રણના નાના નાના ગુલ્લા બનાવી લો. 10 મિનિટ બાદ એક ગુલ્લો લઈ વણી એક ધારવાળી વાટકીથી તેને ગોળ કાપો. આ ગોળ રિંગને હલકા બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. આ રીતે તૈયાર છે વરસાદી માહોલમાં એક નવો જ નાસ્તો.

Read the Next Article

શ્રાવણમાસના ઉપવાસમાં ઘરે બનાવો ગ્રીન આલુ ચાટ, આ રહી સરળ ટીપ્સ

ચોમાસાની ઋતુમાં આ મસાલેદાર ગ્રીન આલુ જોઈને જ તમારા મોંમાં પાણી આવી જાય છે. સૌથી સારી વાત એ છે કે તેને બનાવવા માટે વધારે ઝંઝટની જરૂર નથી. તમે તેને ગમે ત્યારે ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો.

New Update
green aaloo

ભારતમાં તમે જ્યાં પણ જાઓ, તમને ખાવાના ઘણા બધા વિકલ્પો મળશે. દરેક જગ્યાએથી કોઈ ખાસ વસ્તુ પ્રખ્યાત થશે.

યુપીમાં સ્ટ્રીટ ફૂડમાં એટલી બધી વિવિધતા છે કે યુપીનું ભોજન એકવાર ચાખ્યા પછી, તમને અહીંનું ભોજન વારંવાર ખાવાનું મન થશે. આવી સ્થિતિમાં, આજે અમે તમને ઉત્તર પ્રદેશના ખાસ મસાલેદાર ગ્રીન આલુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. લખનૌ અને કાનપુરમાં, તમને બધે જ ગ્રીન આલુ સ્ટ્રીટ પર મળે છે.

ચોમાસાની ઋતુમાં આ મસાલેદાર ગ્રીન આલુ જોઈને જ તમારા મોંમાં પાણી આવી જાય છે. સૌથી સારી વાત એ છે કે તેને બનાવવા માટે વધારે ઝંઝટની જરૂર નથી. તમે તેને ગમે ત્યારે ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો. તેની રેસીપી જાણો.

ગ્રીન આલુ બનાવવા માટે 500 ગ્રામ બટાકા, 100 ગ્રામ કોથમીર, ચાર થી પાંચ લીલા મરચાં, એક ચમચી મીઠું, આમચુર પાવડર, ચાર ચમચી લીંબુનો રસ સહિતની વસ્તુની જરુર પડશે.

સૌ પ્રથમ બટાકાને બાફીને છોલી લો. તેને નાના ટુકડામાં કાપો. કોથમીરની દંડી સાથે જ તેને સારી રીતે ધોઈને કાપી લો. હવે મિક્સરમાં કોથમીર, લીલા મરચાં, મીઠું, લીંબુનો રસ ઉમેરી બરાબર પીસી લો.

હવે આ ચટણીને સમારેલા બટાકામાં ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે લીંબુનો રસ ઉમેરો. તેમાં સ્વાદઅનુસાર મીઠું ઉમેરો. તમારે તેને શિયાળામાં કે વરસાદની ઋતુમાં ખાવાની મજા આવે છે.

જો તમે ઈચ્છો તો, તમારા સ્વાદ મુજબ કોથમીર બટાકામાં ચટણીનું પ્રમાણ વધારી કે ઘટાડી શકો છો. કેટલાક લોકો તેમાં દહીં પણ ભેળવે છે. જો તમે ઈચ્છો તો ચટણી બનાવતી વખતે બે ચમચી દહીં ઉમેરી શકો છો. આનાથી બટાકા પરની ચટણીને ખૂબ જ સરસ રંગ મળે છે. આ સિવાય તમે થોડું સંચળ પણ ઉમેરી શકો છો.

recipe tips | Homemade Recipe | tasty and different