Connect Gujarat
વાનગીઓ 

શ્રાવણ મહિનામાં ઘરે બનાવો ફરાળી સાબુદાણાની ખિચડી, મળશે બજાર જેવો જ ટેસ્ટ......

શ્રાવણ માસ આમ તો ઉપવાસનો મહિનો કહેવાય છે. અને આ મહિનામાં ઉપવાસ કરવાનો પણ અનેરો મહિમા છે.

શ્રાવણ મહિનામાં ઘરે બનાવો ફરાળી સાબુદાણાની ખિચડી, મળશે બજાર જેવો જ ટેસ્ટ......
X

શ્રાવણ માસ આમ તો ઉપવાસનો મહિનો કહેવાય છે. અને આ મહિનામાં ઉપવાસ કરવાનો પણ અનેરો મહિમા છે. જોકે, તેમ છતાં લોકો ઉપવાસ દરમિયાન થોડું ફરાળ કરતા હોય છે. ત્યારે બજારમાં મળતી ફરાળી વાનગીથી કંટાળી ગયા હોવ તો શ્રાવણ માસમાં ઘરે જ આ રીતે બનાવો આ ચટાકેદાર ફરાળી વાનગીઓ...જો કે ઉપવાસમાં તેમને ભૂખ પણ લાગતી હોય છે. ત્યારે અમે આપને આજે કેટલીક ફરાળી વાગનીઓ વિશે જણાવીશું. આ વાનગીઓ કદાચ તમે ખાધી પણ હશે પરંતુ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો હશે ત્યારે તે બજાર જેવી જ સાબુદાણાની ખિચડી ઘરે કેમ બનાવવી તે આજે જણાવીશું.

· સાબુદાણાની ખિચડી બનાવવાની સામગ્રી

સાબુદાણા - 150 ગ્રામ

તેલ કે ઘી -1.5 ટેબલ સ્પૂન

જીરુ - અડધી ચમચી

હીંગ - ચપટી

લીલા મરચાં - 2 નંગ (સમારેલા)

સિંગદાણા - એક ટેબલ સ્પૂન

પનીર - 70 ગ્રામ

બટેટા - એક મધ્યમ આકારનું

આદું - 1 ઈંચનો ટુકડો

મીંઠુ સ્વાદ અનુસાર

ટોપરાની છીણ - 1 ટેબલ સ્પૂન

કોથમીર - 1 ટેબલ સ્પૂન

· સાબુદાણા ખિચડી બનાવવાની રીતઃ-

- સાબુદાણા ને ધોઈને એક કલાક જેટલો સમય પલાળી રાખો, પલળી જયા બાદ તેમાં રહેલું વધારાનું પાણી કાઢી નાંખો.

-બટેટાની છાલ ઉતારી તેના નાના ટુકડા કરી નાંખો, ત્યારબાદ પનીરના પણ નાના ટુકડા કરી નાંખો.

-એક વાસણમાં ઘી કે તેલ ગરમ કરવા મુકો, હવે બટેટાના ટુકડાને ગરમ તેલ કે ઘીમાં નાંખો અને તેનો રંગ બ્રાઉન ન થાય ત્યાં સુધી સાંતળો, ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી નાંખો.

-બટેટા તળાઈ ગયા બાદ પનીરના ટુકડાને પણ હળવા બ્રાઉન કરી લો.

-સીંગદાણા અધકચરા ખાંડી લો.

-વધેલા ઘી કે તેલમાં જીરુ, હિંગ નાંખો, જીરુ સારી રીતે તળાઈ ગયા બાદ તેમાં લીલા મરચાં અને આંદુ ક્રસ કરીને નાંખો અને ચમચાથી હલાવો, ત્યારબાદ સિંગદાણા, ટોપરાની છીણને તેલમાં નાંખી એક મિનિટ સુધી રાખો, ત્યારબાદ સાબુદાણા, મીઠુ અને કાળામરી નાંખી તેને સારી રીતે ભેળવી દો. હવે આ મિશ્રણમાં બે ટેબલ સ્પૂન પાણી નાંખી ધીમા ગેસે 7થી 8 મિનિટ સુધી ચડવા દો.

-થોડીવાર પછી જુઓ કે સાબુદાણા નરમ થઈ ગયા છે કે નહીં, જો ન થયા હોય તો ફરી તેને ચડવા દો અને થોડું પાણી ઉમેરો. હવે આ મિશ્રમણમાં બટેટા અને પનીરના ટુકડા ઉમેરી દો. ત્યારબાદ વાસણને ગેસ પરથી ઉતારી લો. અને આ ખિજડીને એક પ્લેટમાં કાઢી લો, તેના પર કોથમીર અને ટોપરાની છીણથી સજાવો. તમારી ગરમા ગરમ ખીચડી તૈયાર છે.

Next Story