Connect Gujarat
વાનગીઓ 

નવરાત્રીમાં માતાજીને ધરો ઘરે બનાવેલા કેસર પેંડા પ્રસાદનો ભોગ, જાણી લો રેસેપી...

નવલી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. ત્યારે તમે માતાજીને પ્રસન્ન કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી જ લીધી હશે.

નવરાત્રીમાં માતાજીને ધરો ઘરે બનાવેલા કેસર પેંડા પ્રસાદનો ભોગ, જાણી લો રેસેપી...
X

નવલી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. ત્યારે તમે માતાજીને પ્રસન્ન કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી જ લીધી હશે. આ અમાએ તમને સૌથી વધારે જો કોઈ વાતની ચિંતા હોય તો એ છે માતાજીનો ભોગ, માતાજીને રોગ ભોગમાં શું ધરવું તેને લઈને ચિંતા થતી હોય છે. તો આજે અમે તમારા માટે સરળ કેસર પેંડાની રેસેપી લઈને આવ્યા છીએ, જે ધરતા જ માતાજી ખુશ થઈ જશે અને મને પણ આનંદ મળશે. તો કરો સરળ સ્ટેપ સાથેની તૈયારીઓ.....

કેસર પેંડા બનાવવાની સામગ્રી

· 1 લિટર દૂધ

· 100 ગ્રામ ખાંડ

· 4 એલચીનો પાવડર

· ચપટી કેસર

· પિસ્તાની સ્લાઈસ

કેસર પેંડા બનાવવાની રીત

· કેસર પેંડા બનાવવા માટે સૌ પ્રથમ દૂધને ગરમ કરો અને દૂધને સતત હલાવતા રહો. દૂધ ઘટ્ટ થઈ ત્યાં સુધી તેને ઉકાળતા રહો.

· હવે દૂધમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી ને હલાવતા રહો.

· ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહો. હવે તેમાં કેસર ઉમેરીને ફરીથી બરાબર મિકસ કરો. દૂધને સતત હલાવતા રહેવું.

· જેથી કરીને તે તળિયે ચોંટી ના જાય.

· કેસર ઉમેરવાના કારણે દૂધનો રંગ પીળો થઈ જાય છે.

· દૂધ એકદમ ઘટ્ટ થઈને માવાનું રૂપ લઈ લે ત્યારે ગેસ બંધ કરી દો. હવે માવાને ઠંડો થવા દો.

· હવે આ માવા માંથી નાના નાના પેંડા બનાવી લો. હવે તેના પર પિસ્તા લગાવી ગાર્નિશ કરો.

· તો તૈયાર છે ભોગમાં ધરાઇ તેવા સ્વાદિષ્ટ કેસર પેંડા

Next Story