Connect Gujarat
વાનગીઓ 

બજારમાંથી ચોકલેટ બાર ખરીદવાના બદલે બાળકો માટે ઘરે જ બનાવો આ ચોકલેટ વાનગી.....

લગભગ બધા જ બાળકોને ચોકલેટ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. બાળકો ચોકલેટ પાછળ કેટલાય રૂપિયા ખર્ચ કરે છે

બજારમાંથી ચોકલેટ બાર ખરીદવાના બદલે બાળકો માટે ઘરે જ બનાવો આ ચોકલેટ વાનગી.....
X

લગભગ બધા જ બાળકોને ચોકલેટ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. બાળકો ચોકલેટ પાછળ કેટલાય રૂપિયા ખર્ચ કરે છે જેનો કોઈ અંદાજો જ નથી. દિવાળી અને કરવા ચોથ જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે ઘરમાં અનેક પ્રકારની મીઠાઇ, હળવો ને સ્વીટ બનતી હોય છે, ત્યારે બાળકોને પ્રિય એવિ ચોકલેટ ઘરે જ બનાવીને બાળકોને ખુશ કરી શકો છો. તો ચાલો આજે તમને જણાવીએ બજારમાં મળતી ચોકલેટ જેવી જ ચોકલેટ ઘરે કેમ બનાવવી.

ચોકલેટ બાર બનાવવા માટેની સામગ્રી

· 1 કપ નારિયેળ

· ½ કપ ક્રીમ

· ½ વાટકો નારિયેળનું દૂધ

· ½ કપ કન્ડેન્સ્ડ મિલ્ક

· 200 ગ્રામ ચોકલેટ

ચોકલેટ બાર બનાવવા માટેની રેસેપી

· ચોકલેટ બાર બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા બાઉલમાં નારિયેળનો પાવડર લો.

· હવે નારિયેળમા ક્રીમ ઉમેરો અને તેને મિક્સ કરો.

· ક્રીમ મિક્સ કર્યા પછી તેમાં જરૂર મુજબનું કન્ડેન્સ્ડ મિલ્ક અને કોકોનટ મિલ્ક એડ કરીને બરાબર મિક્સ કરો.

· બધુ જ મિક્સ થયા પછી મિશ્રણને બારનો આકાર આપો. અને 20 થી 25 મિનિટ માટે ફ્રીજમાં રાખો.

· હવે નારિયેળના મિશ્રણને બોઈલ કરવા માટે ચોકલેટને બોઈલરમાં ગરમ કરો અને ઓગાળી લો.

· ચોકલેટને ઓગળવા માટે એક નાના બાઉલમાં પાણી ગરમ કરો. અને તેના પર ચોકલેટ ને એક બાઉલમાં ભરીને આ ગરમ પાણી પર બોઈલર મૂકી દો.

· જ્યારે ચોકલેટ બરાબર ઓગળી જાય ત્યારે સેટ કરેલા નારીયેળના બાર ચોકલેટમાં ડૂબાળીને કોટ કરો.

· બધા જ કોટેડ બારને સેટ થવા માટે થોડો સમય ફ્રીજમાં મૂકી દો.

· એક વાર તે સેટ થઈ જાય પછી બાળકોમાં સર્વ કરો.

Next Story