Connect Gujarat
વાનગીઓ 

આ ઉનાળાની ઋતુમાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ શ્રીખંડ, જાણો સરળ રેસીપી....

તહેવારોની મીઠાશ વધારવા માટે ઘરે જ અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે,

આ ઉનાળાની ઋતુમાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ શ્રીખંડ, જાણો સરળ રેસીપી....
X

ઉનાળાની શરૂઆતમાં જ આ કાળઝાળ ગરમી અને બીજી તરફ તહેવારો તેમાય ખાસ કરીને ગુડી પડવો, ઈદ કે પછી ચેટીચાંદ ત્યારે તહેવારોની મીઠાશ વધારવા માટે ઘરે જ અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે, આ તહેવારની મીઠાશ વધારવા માટે તમે સ્વાદિષ્ટ શ્રીખંડ બનાવી શકો છો. ઉનાળા દરમિયાન ઠંડા પીણાં શ્રીખંડ, કેરીનો રસ અને તેમાય શ્રીખંડ એટલું સ્વાદિષ્ટ છે કે તેને ખાધા પછી દરેક વ્યક્તિ ખુશ થશે. તેથી જ અમે તેને બનાવવાની સરળ રેસિપી લઈને આવ્યા છીએ. ઘરે પણ સરળતાથી સ્વાદિષ્ટ શ્રીખંડ બનાવી શકાય છે, તો જાણો શ્રીખંડ બનાવવાની રેસિપી.

સામગ્રી :-

1/4 ચમચી કાળી એલચી, 400 ગ્રામ દહીં, 50 મિલી દૂધ, 250 ગ્રામ ખાંડ, 2 ચપટી કેસર, બદામ, પિસ્તા

બનાવવાની રીત :-

સૌપ્રથમ બદામ અને પિસ્તાને ઝીણા સમારી લો. બીજી તરફ મલમલનું કપડું લો અને તેમાં દહીં નાખો. કપડું બાંધીને બધુ પાણી નીકળી જાય ત્યાં સુધી લટકાવી દો. બીજી તરફ મિક્સરમાં એલચી નાખીને સારી રીતે પીસીને પાવડર બનાવી લો. આ પછી એક બાઉલ લો અને તેમાં દહીં અને ખાંડ મિક્સ કરો. તેમને સારી રીતે ભેળવી દો. હવે આ મિશ્રણમાં એલચી પાવડર અને કેસર ઉમેરીને મિક્સ કરો. સતત હલાવતા રહીને બાઉલમાં ગરમ દૂધ ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. શ્રીખંડને સમારેલી બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરીને રેફ્રિજરેટરમાં 2-3 કલાક માટે રાખો. તો તૈયાર છે સ્વાદિષ્ટ શ્રીખંડ.

Next Story