/connect-gujarat/media/post_banners/0ee863c01766dbd0758229fc6645ebfbc0371b4e6f2872d22f4de0ce99af86a4.webp)
ગરમીની સિઝન ચાલી રહી છે. આમાં હંમેશા કઈક ઠંડુ અને નવું પીવાનું મન થતું જ હોય છે. ત્યારે આપણે ખાસ કરીને લીંબુ શરબત પીવાનું પસંદ કરતાં જોઈએ છીએ. પરંતુ આજે અમે તમારા માટે એવી એક રેસેપી લઈને આવી ગયા છીએ જે તમારા શરીરને પણ ડિટોક્સ કરશે અને સાથે સાથે શરીરને ઠંડકની પણ અનુભૂતિ કરાવશે. તો આવો જાણીએ રેસ્ટોરન્ટ સ્ટાઈલ કુકુમ્બર (કાકડી) લેમોનેડ
કુકુમ્બર લેમોનેડ બનાવવાની સામગ્રી
2 કાકડી
20-25 ફુદીનાના પાન
1/2 કપ લીંબુનો રસ
4 ચમચી ખાંડ
5 કપ પાણી
જરૂર મુજબ બરફ
કુકુમ્બર લેમોનેડ બનવવાની પદ્ધતિ
સૌપ્રથમ કાકડીને પાણીથી ધોઈને તેના ટુકડા કરી લો.
હવે ફુદીનાના પાનને પણ પાણીથી ધોઈ લો.
ત્યારબાદ મિક્સરમાં કાકડી અને ફુદીનાના પાન નાખીને સારી રીતે પીસી લો.
પછી તેમાં લીંબુનો રસ અને ખાંડ નાખીને ફરીથી મિક્સ કરો.
તમારું કુકુમ્બર લેમોનેડ તૈયાર છે.
એક ગ્લાસમાં ગાળીને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને બરફના ટુકડા ઉમેરો અને ઠંડુ કરીને સર્વ કરો.