Connect Gujarat
વાનગીઓ 

ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ તંદૂરી પુલાવ, જાણો તેની રેસીપી

ખિચડી બનાવવા માટે, જીરસર ચોખા,બાસમતી, કણકી, બ્રાઉન ચોખા આને અલગ અલગ સ્ટાઈલ અને સ્વાદમાં બનાવવામાં આવે છે,તો આજે જાણીશું તંદૂરી પુલાવ કે જે ઘરે જ તૈયાર કરી શકાય...

ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ તંદૂરી પુલાવ, જાણો તેની રેસીપી
X

ભાત એક એવી વસ્તુ છે કે દરેકનાં ઘરે ભોજનમાં બનાવવામાં આવે છે, અને ભાતમાં પણ અલગ અલગ પ્રકારના આવે છે, જેમ કે ખિચડી બનાવવા માટે, જીરસર ચોખા,બાસમતી, કણકી, બ્રાઉન ચોખા આને અલગ અલગ સ્ટાઈલ અને સ્વાદમાં બનાવવામાં આવે છે,તો આજે જાણીશું તંદૂરી પુલાવ કે જે ઘરે જ તૈયાર કરી શકાય...

તંદૂરી પુલાવ સામગ્રી :-

2 કપ ચોખા, 2 બટાકા, 2-3 ગાજર, 1 કેપ્સિકમ, 1 કપ દહીં, 1 ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર, 2 ચમચી ઘી.

તંદૂરી પુલાવ બનાવવાની રીત :-

સૌ પ્રથમ 2 કપ ચોખાને ધોઈને થોડી વાર પલાળી રાખો. હવે ગાજર, બટાકા, ડુંગળી અને કેપ્સીકમને મીડિયમ કટ કરો. એક બાઉલમાં દહીં, લાલ મરચું પાવડર, કાળા મરી પાવડર, ગરમ મસાલા પાવડર, ધાણા પાવડર લો, તેમાં મીઠું ઉમેરો. આ મિશ્રણમાં સમારેલા શાકભાજી મિક્સ કરો અને થોડી વાર રહેવા દો. હવે ચોખા બાફવા માટે મૂકવા, ત્યારબાદ કટ કરેલા શાકભાજીને ઘીમાં તળી લો. જ્યારે આ શાકભાજી તળાય જાય ત્યારે તેને ચોખામાં સારી રીતે મિક્સ કરી લો. આ રીતે તૈયાર છે તંદૂરી વેજ પુલાવ. જે તમે ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં પુલાવ બનાવી શકો છો.

Next Story