શ્રાવણમાં ઝટપટ ઘરે બનાવો સ્વાદિસ્ટ સાબુદાણા ચીલાની આ વાનગી

ઉપવાસના દિવસોમાં ફરાળી ભોજનમાં શું બનાવું તેને લઈને લોકો મૂંઝવણ અનુભવતા હોય છે. ત્યારે આજે તમને ફરાળી ભોજનની એક સ્વાદિષ્ટ વાનગી વિશે જણાવીશું.

New Update
sabudana

શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. જે લોકો આખો શ્રાવણ મહિનો કરતા હોય તેઓ આજે દિવાસોના દિવસ એટલે કે અમાસના દિવસથી વ્રત શરૂ કરે છે.

ઉપવાસના દિવસોમાં ફરાળી ભોજનમાં શું બનાવું તેને લઈને લોકો મૂંઝવણ અનુભવતા હોય છે. ત્યારે આજે તમને ફરાળી ભોજનની એક સ્વાદિષ્ટ વાનગી વિશે જણાવીશું.

ઉપવાસના દિવસોમાં સાબુદાણાનો વધુ ઉપયોગ થાય છે. સાબુદાણામાંથી બનતી આજે એક નવી વાનગી તમને જણાવીશું. સાબુદાણાની ખીચડી જ નહીં સાબુદાણાના ચીલા પણ પરીવારના લોકોને પસંદ આવશે.

સાબુદાણા ચીલા બનાવવા સૌ પ્રથમ આગલા દિવસની રાત્રે એક વાસણમાં સાબુદાણા પલાળી લો. ત્યારબાદ બીજા દિવસે સવારે આ સાબુદાણાને મિક્સરમાં જરૂર મુજબ પાણી ઉમેરી ગ્રાઇન્ડ કરો.

પછી સાબુદાણાના મિશ્રણમાં બાફેલા બટાકાને અને દહીં નાખો. આ તમારું ખીરાં જેવું મિશ્રણ તૈયાર થઈ જશે.આ મિશ્રણ વધુ પાતળું ના થાય તેનું ધ્યાન રાખો.

હવે આ મિશ્રણમાં અધકચરી વાટેલી શિંગ અને મીઠું,કોથમીર, લીલું મરચું નાખી આ મિશ્રણને બરાબર હલાવો. તમે સ્વાદ વધારવા તેમાં મરીનો પાઉડર અને જીરાનો પાઉડર પાણ નાખી શકો છો.

ખીરા જેવું મિશ્રણ તૈયાર થયા બાદ એક પેનમાં તેલથી ગ્રીસ કરી આ મિશ્રણને ગોળાકાર શેપમાં સ્પ્રેડ કરો. અને ચારેબાજુ થોડુ તેલ નાખો જેથી આ ચીલા નીચે ના ચોંટે.

આ ચીલાને બંને સાઈડ તવા પર શેકો. તૈયાર થઈ ગયા તમારા સાબુદાણાના ચીલા. આ ચીલાને તમે દહીં અથવા કોથમીરની ચટણી સાથે ખાઈ શકો છો.

Recipe | Sabudana | Shravan Month | tasty food 

Latest Stories