Connect Gujarat
વાનગીઓ 

તહેવાર દરમિયાન ઘરે જ બનાવો આ સરળ અને હેલ્ધી લાડુની વાનગી….

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, દરેક લોકો અલગ અલગ પ્રકારની સજાવટ અને પુજા કરીને ઊજવતાં હોય છે

તહેવાર દરમિયાન ઘરે જ બનાવો આ સરળ અને હેલ્ધી લાડુની વાનગી….
X

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, દરેક લોકો અલગ અલગ પ્રકારની સજાવટ અને પુજા કરીને ઊજવતાં હોય છે, અને તહેવારની શરૂઆત આસો મહિનાના વદ પક્ષની એકાદશીની શરૂઆત 09 નવેમ્બરના રોજ થશે, દરેક વ્યક્તિ પોતાની રીતે દિવાળીના તહેવારની ઉજવણી કરે છે, પરંતુ એક વસ્તુ જે સામાન્ય છે તે છે વાનગીઓ અને મીઠાઈઓની તૈયારી, જેના વિના માત્ર દિવાળી જ નહીં પરંતુ તમામ તહેવારો અધૂરા છે. એક-બે દિવસ અગાઉથી તૈયાર કરવામાં આવતી મીઠી અને નમકીન વાનગીઓની સુગંધ ઘરમાં લહેરાવા લાગે છે અને તહેવાર પછી ઘણા દિવસો સુધી તેનો આનંદ માણવામાં આવે છે.પરંતુ ઘણા દિવસો સુધી સતત તળેલી અને મીઠી વાનગીઓ ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. ખાસ કરીને જ્યારે તમે પહેલાથી જ ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ યુરિક એસિડ જેવી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હોવ.આવી સ્થિતિમાં તમારે વધુ સાવચેતી રાખવાની જરૂર છે.તો મીઠાઇની વાત કરીયે તો ઘરે જ બનાવો આ સરળ અને હેલ્ધી વાનગી...

બાજરી-ખજૂરના લાડુ :-

બાજરી ખજૂરના લાડુ કહેવાય છે કે તેને હેલ્ધી માનવમાં આવે છે, ખાસ કરીને આ શિયાળીની ઋતુમાં બાજરી અને ખજૂર સ્વાસ્થય માટે સારું ગણવામાં આવે છે,ખાસ કરીને ડાયાબિટીસના દર્દી માટે બાજરો ઉત્તમ ગણાય છે.

બાજરી-ખજૂરના લાડુ સામગ્રી :-

1 કપ બાજરીનો લોટ, 2-3 ટીસ્પૂન દેશી ઘી, 1/2 કપ ગોળ, 1 કપ છીણેલું નારિયેળ, 1/2 કપ કોળાના દાણા, 1 કપ ખજૂર, 1 કપ બારીક સમારેલા અખરોટ. , કાજુ, બદામ), 1 ચમચી એલચી પાવડર, 1/2 કપ દૂધ

બાજરી-ખજૂરના લાડુ બનાવવાની રીત :-

- એક તવી લો. હવે તેમાં દેશી ઘી નાખીને ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં 1 કપ બાજરીનો લોટ ઉમેરીને બરાબર શેકી લો.

તેમાં નારિયેળ ઉમેરીને થોડીવાર સાંતળો. જ્યારે તે શેકાઈ જાય ત્યારે તેમાં ઈલાયચી પાવડર અને ગોળ ઉમેરો.

આ પછી બધું બરાબર મિક્સ કરી લો. આ પછી તેમાં દૂધ ઉમેરો અને પછી તેને સારી રીતે મિક્સ કરો.

આ પછી એક પેનમાં કોળાના બીજ અને ડ્રાય ફ્રૂટ્સ જેવા કે અખરોટ અને ખજૂર મિક્સ કરો. હવે તેને સારી રીતે હલાવો. આ પછી, આ મિશ્રણને પ્લેટમાં ફેલાવો અને ઠંડુ થાય પછી લાડુ બનાવી લો.

આ રીતે ઘરે જ બનાવો આ સરળ અને હેલ્ધી રેસીપી...

Next Story