Connect Gujarat
વાનગીઓ 

બ્રેડ વગર પણ નાસ્તામાં આ હેલ્ધી અને ટેસ્ટી વાનગી ઘરે જ બનાવો...

તમે નાસ્તા દરરોજ અવનવી વાનગી ખાતા જ હશો, અને તેમાં પણ સેન્ડવિચ જે બધા લોકો ને ભાવતી હોય છે,

બ્રેડ વગર પણ નાસ્તામાં આ હેલ્ધી અને ટેસ્ટી વાનગી ઘરે જ બનાવો...
X

તમે નાસ્તા દરરોજ અવનવી વાનગી ખાતા જ હશો, અને તેમાં પણ સેન્ડવિચ જે બધા લોકો ને ભાવતી હોય છે, એમાં પણ નાના બાળકોથી માંડીને ઘરના મોટા લોકોને પણ આ નાસ્તો પસંદ હોય છે, ખાસ કરીને આ સેન્ડવિચ સાંજના સમયે બનાવવાનું લોકો વધારે પસંદ કરતાં હોય છે, પરંતુ ઘરમાં જ રહેલી વસ્તુથી તમે ફટાફટ આ વાનગી ઘરે જ બનાવી શકો છો, સેન્ડવિચનું નામ આવે એટલે આપણે તેમાં બ્રેડની જરૂર પડતી હોય છે, પરંતુ આ વાનગીમાં બ્રેડની જરૂર પડતી નથી અને શાકભાજીથી ભરપૂર આ હેલ્ધી નાસ્તો તમે સરળતાથી બનાવી શકો છો.

પોહા સેન્ડવિચની સામગ્રી :-

1-કપ પોહા ,અડધો કપ રવો,અડધી વાટકી દહી ,રાઈ, અડદની દાળ, મીઠો લીમડો, મીઠું, હિંગ, શાકભાજી

પોહા સેન્ડવિચ બનાવવાની રીત :-

સૌ પ્રથમ 1 કપ પોહા કે જે પોહાબટેટા બનાવવા માટે વાપરતા હોય એ જ, પરતું તે ન હોય તો બીજા ચોખાના પોહા પણ વાપરી શકાય,હવે તેને 1 બાઉલમાં લઈ અને બરાબર ધોઈ નાખવા અને તેમાં રહેલ પાણીને કાઢી નાખવું, હવે તે પોહને પીસતા પહેલા અડધો કપ રવો તેમાં ઉમેરવો અને સાથે અડધી વાટકી દહી ઉમેરવું અથવા તો છાસ પણ ઉમેરી શકાય,અને હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી અને અડધા કપ જેટલું પાણી ઉમેરી અને તેને થોડું જાડુ પીસી લેવું અને તૌયાર થયેલા બેટરને 1 બાઉલમાં કાઢી લેવું અને ત્યાર બાદ હાથની મદદથી 1થી 2 મિનિટ માટે ફેટી લેવું,ત્યાર બાદ તે બેટરને 15 મિનિટ માટે ઢાંકીને રાખી દેવું. હવે ત્યાર બાદ 15 મિનિટ પછી તેમાં 2 લીલા મરચાંના ટુકડા,અડધી ચમચી આદુંની પેસ્ટ અને થોડા શાકભાજી પણ ઉમેરી શકાય તેમાં ¼ કપ સમારેલી ડુંગળી ,1/4 કપ કેપ્સિકમ મરચાં સમારેલા,1/4 કપ બાફેલી મકાઇના દાણા, ¼ કપ બાફેલા વટાણા,1/4 કપ સમારેલા ગાજર અને કોથમરી અને આમાં તમે ઘરમાં રહેલ શાકભાજી ઉમેરી શકો છો,જેટલા પ્રમાણમા જોતાં હોય એટલા પ્રમાણમા, તો બીજી તરફ મસાલાને સ્વાદ આપવા માટે 1 ચમચી ચાટ મસાલા પાઉડર1/4 ટી સ્પૂન કળા મરી પાઉડર શાકભાજી પૂરતું મીઠું ઉમેરવું , ત્યાર બાર બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને તેમાં સ્વાદ લાવવા માટે એક તડકો ઉમેરવો, તો હવે એક નાની તપેલી કે પેન માં 1 મોટી ચમચી તેલ,અડધી ચમચી રાઈના દાણા,1 હમચી અડદની દાળ ઉમેરીને સાતળવું અને ત્યાર બાદ લીમડાના પણ અને હિંગ ઉમેરી અને વઘારને મિકસ કરેલા બેટરમાં ઉમેરી અને મિકસ કરી લેવું અને સાથે તેમાં ¼ ટી સ્પૂન બેકિંગ સોડા અને સાથે થોડું લીંબુનો રસ ઉમેરવું અને નાસ્તો બનાવી લઈએ.

હવે સેન્ડવિચ ટોસ્ટર લઈ અને તેલથી ગ્રીસ કરીને તેમાં 2 ચમચા બેટર ટોસ્ટરમાં નાખી અને સ્પ્રેડ કરી દેવું અને ત્યારબાદ ગેસના મીડિયમ ફ્લેમ પર તેને પક્વ દેવું, આ વાનગી બ્રેડાના ઉપયોગ વગર પણ સારી રીતે બનાવી શકાય છે. 6થી 7 મિનિટ સુધી તેને સારી રીતે પાકવા દેવું અને ત્યાર બાદ આ ટેસ્ટી નાસ્તો તૌયાર છે.

Next Story