Connect Gujarat
વાનગીઓ 

શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક તલમાંથી બનાવો આ અનોખી વાનગી, હેલ્થ માટે રહેશે બેસ્ટ, આ રહી તેને બનાવવાની રેસેપી.....

શિયલની સિઝનમાં અનેક ચોજો એવી હોય છે જે આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે. જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.

શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક તલમાંથી બનાવો આ અનોખી વાનગી, હેલ્થ માટે રહેશે બેસ્ટ, આ રહી તેને બનાવવાની રેસેપી.....
X

શિયલની સિઝનમાં અનેક ચોજો એવી હોય છે જે આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે. જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. તમારે રોજ આ ચીજોને તમારા ડેઇલી ડાયટમાં સામેલ કરી લેવી જોઈએ જેથી બીમારી થવાની શકયતાઓ ઘટી જાય. શિયાળામાં તલનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. બજારમાં તલમાંથી બનાવેલા ગજક સરળતાથી મળી રહ્યા છે. પરંતુ જો તમે તેને ઘરે બનાવવા માંગતા હોવ તો આજે અમે તેને બનાવવાની સરળ રેસેપી જણાવીશું.

તલના ગજક બનાવવાની સામગ્રી

· 1 કપ તલ

· પોણો કપ ગોળ

· 2 ચમચી ઘી

· અડધી ચમચી એલચી પાવડર

· અડધો કપ પાણી

· પિસ્તાની કતરણ

તલના ગજક બનાવવાની રીત

· તલના ગજક બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં તલ લઈને તેને ધીમા તાપે શેકી લો. તલ શેકવા ગેસ ધીમો રાખો જેથી તે સારી રીતે જાય.

· ત્યાર બાદ તલ સોનેરી થાય તો તેને પ્લેટમાં કાઢીને ઠંડા થવા દો.

· હવે તલ થોડા ઠંડા થઈ જાય પછી તેનો ભૂકો કરી નાખો. હવે ગોળમાં અડધો કપ પાણી નાખી તેની ઘટ્ટ ચાસણી બનાવો.

· ચાસણી તૈયાર થઈ જાય એટલે તેમાં શેકેલા અને ખાંડેલા તલ અને એલચીનો ભુક્કો નાખીને બરાબર મિકસ કરી લો.

· ત્યાર બાદ એક પ્લેટમાં સહેજ ઘી લગાવીને તેના પર આ મિશ્રણ પાથરો.

· મિશ્રણ સહેજ ઠંડુ થાય એટલે તેના ચોરસ ટુકડા કરી નાખો. હવે તેને પિસ્ટાની કતરણ નાખીને સર્વ કરો. તો તૈયાર છે તલના ગજક.

Next Story