Connect Gujarat
વાનગીઓ 

એકદમ હેલ્ધી અને ટેસ્ટી મસાલેદાર ગ્રેવી વાળું ભીંડાનું શાક બનાવો, બીજી કોઈ સબ્જી ખાવાનું જ ભૂલી જશો.....

ભીંડાનું શાક બહુ ઓછા લોકોને ભાવતું હોય છે. ભિંડાના શાકનો ટેસ્ટ ફિકો લાગે છે. આ કારણે જ ઘણા લોકોને ભીંડાનું શાક નથી ભાવતું,

એકદમ હેલ્ધી અને ટેસ્ટી મસાલેદાર ગ્રેવી વાળું ભીંડાનું શાક બનાવો, બીજી કોઈ સબ્જી ખાવાનું જ ભૂલી જશો.....
X

ભીંડાનું શાક બહુ ઓછા લોકોને ભાવતું હોય છે. ભિંડાના શાકનો ટેસ્ટ ફિકો લાગે છે. આ કારણે જ ઘણા લોકોને ભીંડાનું શાક નથી ભાવતું, પરંતુ આજે અમે તમને ગ્રેવી વાળું ભીંડાનું શાક બનાવતા શીખવીશું, ભીંડાનું ગ્રેવી વાળું શાક જો તમે એકવાર ઘરે બનાવશો પછી બીજા કોઈ શાક નહીં ભાવે એટલી ખાવાની મજા આવશે. તો નોંધી લો રીત અને ભીંડાનું ગ્રેવી વાળ શાક ખાવાની મજા માણો.

ભીંડાનું ગ્રેવી વાળું શાક બનાવવાની સામગ્રી

· 250 ગ્રામ ભીંડા

· એક જીણી સમારેલી ડુંગળી

· 3 થી 4 કટ કરેલા ટામેટાં

· 4 થી 5 લસણની કળી

· એક ચમચી મરચાની પેસ્ટ

· 2 થી 3 લવિંગ

· 1 જવંતરી

· 1 તજનો ટુકડો

· 1 ઈલાયચી

· અડધો ટુકડો આદું

· 1 ચમચી કસૂરી મેથી

· અડધી ચમચી હળદર

· અડધી ચમચી મરચું

· 2 ચમચી કોથમીર

· જરૂર મુજબ તેલ

· મીઠુંસ્વાદ અનુસાર

ભીંડાનું ગ્રેવી વાળું શાક બનાવવાની રીત

· ગ્રેવી વાળું ભીંડાનું શાક બનાવવા માટે સૌપ્રથમ ભીંડાને ધોઈ નાખો.

· પછી આ ભીંડાને કોરા કપડાં વડે લૂછીને ભીંડાને સાવ કોરા કરી નાખો.

· હવે આ ભિંડાના 4 ચીર પડી ધ્યાન રાખો કે ભિંડાને કટ કરવાના નથી.

· હવે ડુંગળી, ટામેટાં ને લીલા મરચાંને ઝીણા સમારી લો.

· એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

· તેલ ગરમ થઈ જાય એટલે ડુંગળી, આદું, અને ટમેટાની પેસ્ટ કરીને 2 થી 3 મિનિટ સુધી તેલમાં સાંતળો. આમ કરવાથી તેલ પ્રોપર રીતે છૂટું પડશે.

· ભીંડાને ચીરા પાડીને તેલમાં ફ્રાઈ કરો.

· પછી કઢાઈમાં ફ્રાઈ ભીંડા નાખો અને મિક્સ કરો.

· હવે ફ્રાઈ કરેલા ભીંડાને પેસ્ટમાં એડ કરો. અને 3 થી 4 મિનિટ માટે થવા દો.

· છેલ્લે કસૂરી મેથી નાખો અને ગેસ બંધ કરી દો.

· સ્વાદથી ભરપૂર ગ્રેવી વાળા ભીંડા બનીને તૈયાર

· આ ભીંડા તમે રોટલી, રોટલો કે પરાઠા સાથે ખાઈ શકો છો.

Next Story