માત્ર 10 મિનિટમાં મમરાનો નવો ટેસ્ટી નાસ્તો, જોતાં જ મોમાં પાણી આવી જશે

તમારે ઘરે જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી બનાવવા ટ્રાય કરવી જોઇએ. અહીં એક સરળ, ઓછા સમય અને સામગ્રીમાં બની જતી મમરાનો હાંડવો અને અપ્પમ બનાવવાની રેસીપી આપી છે.

New Update
handavo

નાસ્તામાં ટેસ્ટી અને હેલ્ધી વાનગી ખાવી સૌને ગમે છે. અહીં મમરા માંથી હાંડવો અને અપ્પમ બનાવવાની સરળ રેસીપી આપી છે. આ વાનગી ઓછા સમય અને સામગ્રીમાં બની જાય છે.

શરીર સ્વાસ્થ્ય રાખવા માટે હંમેશા આરોગ્યપ્રદ આહાર લેવો જોઇએ. જો કે મોટાભાગના લોકોને ટેસ્ટી, ચટપટી વાનગી ખાવાની ઇચ્છા થતી હોય છે. અમુક લોકો સમયના અભાવે બજારમાં વેચાતી વાનગી ખાય લે છે, જો કે તે ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઇ શકે છે.

આવી સ્થિતિમાં તમારે ઘરે જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી બનાવવા ટ્રાય કરવી જોઇએ. અહીં એક સરળ, ઓછા સમય અને સામગ્રીમાં બની જતી મમરાનો હાંડવો અને અપ્પમ બનાવવાની રેસીપી આપી છે.

  • આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલા 2 કપ મમરાને 2 થી 3 કપ પાણીમાં 5 મિનિટ સુધી પલાળી રાખો, ત્યાર પછી પાણી કાઢી લો.
  • એક બાઉલમાં 1 કપ રવો માંથી અડધો કપ ખાટું દહીં નાંખો, પછી તેમા 2 થી 3 કપ પાણી ઉમેરી બધી સામગ્ર બરાબર મિક્સ કરો.
  • હવે એક મિક્સર જારમાં રવા દહીંનું ખીરું અને પાણીમાં પલાણેલા મમરા ઉમેરી ખીરું તૈયાર કરો. જરૂર લાગે તો ખીરું બનાવતી વખતે પાણી ઉમેરી શકાય છે.
  • આ ખીરું એક બાઉલમાં રેડો, પછી તેમા 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી સમારેલા લીલા મરચા, 1 કપ સમારેલી ડુંગળી, 1 કપ સમારેલા ટામેટા, 1 કપ ઝીણું છીણેલું ગાજર, 5 થી 7 મીઠા લીમડાના પાન, 2 મોટી ચમચી લીલું કોથમીર, સ્વાદ અનુસાર મીઠું, 1/4 ચમચી બેકિંગ સોડા અને અડધી ચમચી લીંબુનો રસનો ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો.
  • આ ખીરાને 10 મિનિટ સુધી સેટ થવા દો.
  • આ ખીરામાં બીટ, ગાજર, કાકડી કે કેપ્સીકમ જેવી તમારી મનપસંદ શાકભાજી પણ ઝીણી સમારેલીને ઉમેરી શકાય છે.
  • હવે ગેસ ચાલુ કરી એક ઉંડું નોન સ્ટીક પેન ગરમ કરો, પેન પર સહેજ તેલ લગાવો, પછી તેમા મમરાનું ખીરું રેડી પેન 5 મિનિટ સુધી ઢાંકી દો. ગેસની આંચ મિડિયમ રાખવી.
  • હાંડવો એક બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવો મિડિયમ આંચ પર હાંડવો શેકાવવા, આ જ રીતે હાંડવાને બીજી બાજુથી ગોલ્ડન બ્રાઉન થવા સુધી શેકવો.
  • આવી જ રીતે અપ્પમ પેનમાં મમરાનું ખીરું ઉમેરી અપ્પમ પણ બનાવી શકાય છે.

Homemade Recipe | tasty food | Breakfast Food | Breakfast Tips | Healthy Breakfast 

Latest Stories