હોટલ જેવું જ ઘરે બનાવો પંજાબી સ્ટાઈલમાં દમ આલૂ, આ રહી સરળ રેસિપી

ભારતમાં અલગ - અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. ત્યારે કેટલી વાનગીઓ બજાર જેવી ઘરે નથી બનાવી શકતો. આજે અમે તમને પંજાબી સ્ટાઈલમાં દમ આલૂ બનાવવાની રેસિપી જણાવીશું.

New Update
45550

 પંજાબી વાનગી બનાવતા હોય છે. તેમાંથી સૌથી પ્રિય વાનગી એવી દમ આલૂ પણ તમે ઘરે બનાવી શકો છો.

દમ આલૂ બનાવવા માટે નાના બટાકા, ડુંગળી, દહીં, તમાલ પત્ર,હીંગ, લાલ મરચું પાઉડર, હળદર, આદુ- લસણની પેસ્ટ,સૂકા ધાણા, જીરું, કસ્તૂરી મેથી, ખાંડ સહિતની સામગ્રીની જરુર પડશે.

પંજાબી સ્ટાઈલમાં દમ આલૂ બનાવવા માટે સૌથી પહેલા નાના બટાકાને મીઠા વાળા પાણીમાં બાફી લો. ત્યારબાદ બટાકાની છાલ કાઢી તેમાં કાંટાથી કાણાં પાડી લો. 

હવે એક કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં બાફેલા બટાકા નાખો. તેમાં મધ્યમ આંચ પર ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી સાંતળી પ્લેટમાં કાઢી ઠંડા થવા માટે મુકો.

ત્યારબાદ સૂકા ધાણા, જીરું, એલચી, તજ , લવિંગ અને કાજુને મિક્સરમાં બારીક પીસી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં હીંગ, તમાલ પત્ર, કાપેલી ડુંગળી ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં આદું- લસણની પેસ્ટ ઉમેરી સાંતળો. તેમાં તમામ મસાલા ઉમેરી લો.

હવે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરી ધીમી આંચ પર પકવવા દો. ત્યારબાદ તેમાં દહીં ઉમેરી 1 મિનિટ મિશ્રણને હલાવતા રહો. ત્યારબાદ તેલમાં સાંતળેલા બટાકા મિશ્રણમાં ઉમેરી 5 મિનિટ ચડવા દો. તમે દમ આલૂને પરોઠા સાથે સર્વ કરી શકો છો.

Latest Stories