Connect Gujarat
વાનગીઓ 

શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે, તો ઉપવાસમાં ટ્રાઈ કરો આ ખીર, આ ખીર વધારશે તમારો સ્ટેમીના.....

ભગવાન ભોલેનાથ માટે શ્રાવણનો મહિનો ખાસ હોય છે. આ મહિનામાં માત્ર 5 કે 4 સોમવાર આવે છે. જેમાં શિવભક્તો પુજા અર્ચન કરે છે.

શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે, તો ઉપવાસમાં ટ્રાઈ કરો આ ખીર, આ ખીર વધારશે તમારો સ્ટેમીના.....
X

ભગવાન ભોલેનાથ માટે શ્રાવણનો મહિનો ખાસ હોય છે. આ મહિનામાં માત્ર 5 કે 4 સોમવાર આવે છે. જેમાં શિવભક્તો પુજા અર્ચન કરે છે. પરંતુ આ વખતે વધુ માસ હોવાથી બે શ્રાવણ ચાલશે. જો તમે આ સમયે ઉપવાસ કરી રહ્યા છો તો તમારા માટે ખાસ સ્વીટ ડિશની રેસેપી લઈને આવી ગયા છીએ. જેને ખાવાથી તમારો સ્ટેમીના વધશે અને એકની એક સૂકીભાજી કે સાબુદાણાની ખીચડીથી રાહત મળશે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસેપી....

· ડ્રાઈફ્રૂટ્સ ખીર બનાવવાની સામગ્રી

½ લિટર દૂધ

250 ગ્રામ માવો

1 કપ છીણેલી બદામ

1 કપ છીણેલું કાજુ

1 કપ દ્રાક્ષ

3 કપ મખાના

2 ચમચી ચારોળી સમારેલી

5 થી 6 સમારેલી ખજૂર

6 થી 7 તાંતણા કેશર

150 ગ્રામ ખાંડ

એલચી પાવડર

દેશી ધી

ડ્રાઈફ્રૂટ્સ ખીર બનાવવાની રીત

· ડ્રાઈફ્રૂટ્સ ખીર બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં દૂધ નાખી ગેસ પર ગરમ થવા દો.

· હવે બીજી કઢાઈમાં દેશી ઘી નાખી ગેસ પર મૂકો હવે તેમાં મખાના અને બદામ નાખી હળવા હાથે તળી લો.

· હવે તેને પ્લેટમાં કાઢી લો અને પછી પેનમાં ઘી નાખો. તેમાં એલચીના દાણા નાખો અને કંડેંટ મિલ્ક નાખો.

· આ પછી તળેલા ડ્રાઈફ્રૂટ્સને દુધમાં ઉમેરો. બાદમાં તેમાં કિસમિસ, કાજુ, બદામ અને ચારોળી ઉમેરી હવે તેને ધીમે ધીમે હલાવતા રહો. જેથી તે તવા પર ચોંટી ના જાય.

· આ પછી તેમાં કેસર અને માવો ઉમેરી બરાબર મિક્સ કરો અને તેને ઘટ્ટ થવા દો. આ સમયે તેને ખીરની જેમ રાંધી લો. તવાને ગેસ પરથી ઉતાર્યા બાદ તેમાં ખાંડ મિક્સ કરો.

· તો તૈયાર છે તમારી ડ્રાઈફ્રૂટ્સ ખીર. જ્યારે તે ઠંડુ થઈ જાય પછી ભગવાન શિવને અર્પણ કરીને ઉપવાસ દરમિયાન તેનું સેવન કરો.

Next Story