સાઉથ ઈન્ડીયન સ્ટાઈલમાં ઘરે જ બનાવો સંભાર, જાણો સંપૂર્ણ રેસિપી

મોટોભાગના લોકોને સાઉથ ઈન્ડીયન ખાવાનું પસંદ આવતું હોય છે. ત્યારે આજે અમે સાઉથ ઈન્ડીયન ફુડની શાન ગણાતા સંભારની રેસિપી જણાવીશું.

New Update
sambhar

મોટોભાગના લોકોને સાઉથ ઈન્ડીયન ખાવાનું પસંદ આવતું હોય છે. ત્યારે આજે અમે સાઉથ ઈન્ડીયન ફુડની શાન ગણાતા સંભારની રેસિપી જણાવીશું.

સંભાર વગર સાઉથ ઈન્ડીયન વાનગી અધુરી છે. ઢોંસા, ઈડલી, મેંદુવડા સહિતની વાનગીઓમાં સાથે સાંભર પીરસવામાં આવે છે. હોટલ જેવો સંભાર ઘરે બનાવો ખૂબ જ સરળ છે.

સંભાર બનાવવા માટે તુવેરદાળ, તેલ, રાઈ, હીંગ, મીઠો લીમડો, લીલુ મરચું, ડુંગળી, ટામેટા, કોળુ, દૂધી, લાલ મરચું, લીલું નારિયેળ, આંબલી, લીંબુ સહિતની વસ્તુની જરુર પડશે.

સંભાર બનાવવા માટે સૌથી પહેલા એક વાટકી તુવેર દાળને અડધો કલાક પહેલા પલાળી દો. ત્યારબાદ કૂકરમાં થોડું પાણી ઉમેરી દાળ,કોળુ, સરગવાની સીંગ અને દૂધીને બાફી લો.

હવે કઢાઈમાં તેલ લઈ તેમાં રાઈ, હિંગ, મીઠા લીમડાના પાન, સમારેલું લીલું મરચું ઉમેરી તેમાં ડુંગળીને કાપી સાંતળી લો. ત્યારબાદ તેમાં ટમેટા ઉમેરો અને સાંતળી લો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લો.

આ ગ્રેવીમાંથી તેલ છુટુ પડે એટલે શ્રીફળના ટુકડા, બે ચમચી સંભાર મસાલો, થોડું લાલ મરચુ ઉમેરી તેને પીસેલી પેસ્ટને ઉમેરી સાંતળી લો. હવે તેમાં બાફેલી દાળ ઉમેરી મિક્સ કરી લો.

હવે તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ઉકળવા દો. ત્યારબાદ તેમાં આંબલીનું પાણી, સ્વાદ અનુસાર મીઠું, લીલા મરચાની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેને કોથમીર ઉમેરી સર્વ કરો.

Latest Stories