અંકલેશ્વર : વલસાડનું પ્રખ્યાત ઉંબાડિયું સ્વાદ રસિયાઓની જીભે ચોટ્યું, દરરોજ 100 કિલોથી વધુ ઉબાડિયાનું વેંચાણ...

ઉંબાડિયાને પકાવવાની પદ્ધતિ પણ અનોખી છે. જેમાં માટલું ઉંધુ મુકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરીને આ વાનગી તૈયાર કરવામાં આવે છે. ઉંબાડિયું માત્ર શિયાળામાં મળતી વાનગી છે

New Update
Advertisment
  • દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી ઉંબાડિયું

  • વલસાડનો પરિવાર છેલ્લા 5 વર્ષથી બનાવે છે ઉંબાડિયું

  • અંકલેશ્વર અને ભરૂચ રોડ પર ઉંબાડિયાનું થતું ધૂમ વેંચાણ

  • રોજ 100 કિલોથી વધુ ઉંબાડિયું આરોગે છે સ્વાદ રસિયાઓ

  • સ્વાદ રસિયાઓની જીભે ચોટ્યો સ્વાદિષ્ટ ઉંબાડિયાનો સ્વાદ

Advertisment

 વલસાડનો પરિવાર છેલ્લા 5 વર્ષથી અંકલેશ્વર-ભરૂચ રોડ પર ઉંબાડિયું વેચવા આવે માટે છે. રોજના 8થી 10 માટલા ઉંબાડિયાનું  વેચાણ કરે છે. જે સ્વાદિષ્ટ ઉંબાડિયાનો સ્વાદ ભરૂચ અને અંકલેશ્વરના સ્વાદ રસિયાઓની જીભે ચોટ્યો છે.

વલસાડના સોલંકી પરિવાર પ્રતિવર્ષ ફેબ્રુઆરી માસ સુધી અંકલેશ્વર-ભરૂચ રોડ પર આવીને વ્યવસાય કરે છે જેમાં શિયાળાની ઋતુમાં નવસારીમાં એક વિશેષ વાનગી એટલે કેઉંબાડિયું લોકોને આકર્ષિત કરી રહી છે. આ પારંપારિક ગુજરાતી વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નહીંપરંતુ આરોગ્યપ્રદ પણ છે. અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાતની શિયાળાની વાનગી એવી ઉંબાડિયાનો ચટકો હવે અંકલેશ્વર અને ભરૂચવાસીઓને પણ લાગ્યો છે.

ઉંબાડિયાને પકાવવાની પદ્ધતિ પણ અનોખી છે. જેમાં માટલું ઉંધુ મુકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરીને આ વાનગી તૈયાર કરવામાં આવે છે. ઉંબાડિયું માત્ર શિયાળામાં મળતી વાનગી છેજેમાં પાપડીબટેટારીંગણશક્કરિયા તથા રતાળુ સમારીને લસણ-મરચાની ચટણી સહિતનો સ્વાદ ભેળવીને તૈયાર કરવામાં આવે છે.

જોકેનવાઈની વાત તો એ છે કેમાત્ર વરાળથી બનતું આ ઉંબાડિયાનો લોકોના મોઢે સ્વાદ રહી જાય એવું છે. જેમાં ન તો કોઈ વધુ મરી મસાલા હોય છે કેન તો તેલનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર વરાળથી બફાતું આ ઉંબાડિયું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ હિતકારી માનવામાં આવે છે. કારણ કેતમામ પ્રકારના શાકભાજીનો ઉમેરો કરાય છે. છેક વલસાડથી અંકલેશ્વર આવી દુકાન ચલાવતા ભાવનાબેન સોલંકી દુકાન પર રોજ 80થી 100 કિલોથી વધુ ઉબાડિયું વેંચાણ કરે છેજ્યાં ભરૂચઅંકલેશ્વર ઉપરાંત અમદાવાદસુરતવડોદરા અને આણંદથી લોકો આ વિશેષ વાનગીનો સ્વાદ માણવા આવે છે.

Latest Stories