Connect Gujarat
વાનગીઓ 

તહેવારોમાં મીઠાઈઓ ખાઈને કંટાળી ગયા છો? તો બનાવો હેલ્ધી અને ટેસ્ટી વધારેલી વેજીટેબલ ખિચડી, જાણો સરળ રેસેપી.....

તહેવારોની સિઝન હવે પૂરી થઈ ગઇ છે. ત્યારે તહેવારોમાં બધાએ ઘણા બધા ફરસાણ અને મીઠાઈઓ ખાધી જ હશે.

તહેવારોમાં મીઠાઈઓ ખાઈને કંટાળી ગયા છો? તો બનાવો હેલ્ધી અને ટેસ્ટી વધારેલી વેજીટેબલ ખિચડી, જાણો સરળ રેસેપી.....
X

તહેવારોની સિઝન હવે પૂરી થઈ ગઇ છે. ત્યારે તહેવારોમાં બધાએ ઘણા બધા ફરસાણ અને મીઠાઈઓ ખાધી જ હશે. તો હવે ઘણા લોકોને સાદી અને સિમ્પલ ઘરની વધારેલી ખીચડીની યાદ તો આવતી જ હશે. જો તમે પણ ઘરના સભ્યો સાથે ગરમાગરમ વધારેલી ખીચડીનો સ્વાદ માણવા ઈચ્છો છો તો આજે અમે તમને જણાવીશું તેને બનાવવાની સરળ રેસેપી, એકદમ સરળતાથી બની જતી આ ખિચડીનો સ્વાદ તમારા માટે યાદગાર રહેશે. તો જાણો સિમ્પલ રેસેપી....

વધારેલી વેજીટેબલ ખિચડી બનાવવાની સામગ્રી

· 1 કપ ચોખા

· અડધો કપ મગની દાળ

· પા કપ ચણાદાળ

· અડધી ચમચી કાચી શીંગ

· 1 ચમચી ઘી

· રાય, જીરું, હિંગ

· 2 ચમચી પીસેલા મરચાં

· થોડા લીમડાના પાન

· મધ્યમ સમારેલા મિક્સ વેજીટેબલ્સ

· અડધી ચમચી હળદર

· 1 ચમચી લાલ મરચું

· 2 ચમચી ધાણાજીરું

· સમારેલી કોથમીર

· લીબુનો રસ

· 5 કપ ગરમ પાણી

· મીઠું સ્વાદાનુસાર

વધારેલી વેજીટેબલ ખિચડી બનાવવાની રીત

· ખિચડી બનાવવા માટે સૌ પ્રથમ ચોખા, મગની દાળ, ચણાની દાળ અને શિંગને ધોઈને 10 થી 15 મિનિટ પાણી નિતારીને રાખો.

· ત્યાર બાદ ઘી ગરમ કરીને તેમાં રાય, જીરું, લીમડાના પાન, હિંગ, નાખીને સાંતળવા, ત્યાર બાદ તેમાં લીલા મરચાં એડ કરીને હલાવતા રહેવું.

· ત્યાર એડી તેમાં બધા જ વેજીટેબલ્સ નાખી થોડું મીઠું નાખીને સાંતળવા.

· હવે તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરી દેવું.

· તેમાં હવે ધોયેલી દાળ, ભાત અને શીંગ નાખીને બરાબર હલાવવું. ત્યાર બાદ તેમાં 5 કપ ગરમ પાણી નાખી અને થોડું મીઠું નાખવું. ત્યાર બાદ તેને ચડવા દેવી.

· ખિચડી જ્યારે તૈયાર થઈ જાય પછી તેમાં ઉપરથી ગાર્નિસ માટે કોથમીર અને લીંબુનો રસ નાખવો.

· ત્યાર બાદ ઉપરથી થોડું ઘી નાખીને સર્વ કરવું. તો તૈયાર છે તમારી વધારેલી વેજીટેબલ ખિચડી.....

Next Story