Connect Gujarat
વાનગીઓ 

શિયાળામાં ટ્રાય કરો કેસર ચા, જાણો કેવી રીતે બનાવવી

ખાસ કરીને લોકો શિયાળામાં ગરમ અને મસાલેદાર ચા પીવાનું પસંદ કરતા હોય છે,

શિયાળામાં ટ્રાય કરો કેસર ચા, જાણો કેવી રીતે બનાવવી
X

ખાસ કરીને લોકો શિયાળામાં ગરમ અને મસાલેદાર ચા પીવાનું પસંદ કરતા હોય છે, જેમ કે આદુવાળી ચા, તુલસીવાળી ચા, અને ખાસ કરીને સવારે સ્વાસ્થયનાં ફાયદા માટે ગ્રીન ટી, ગરમ હુફળું પાણી આ રીતે ચા નો ઉપયોગ કરતાં હોઈએ છીએ. તો આ એક નવી રીતે ચા બનાવો જેમ કે કેસરચા આ ચા ઘરે જ બનાવી ટ્રાય કરો...

કેસર ચાની સામગ્રી :-

કેસરના 5-6 ટુકડા, 2 ચમચી ખાંડ, 1-2 એલચી, તજ

કેસર ચાની બનાવવાની રીત :-

સૌ પ્રથમ ગરમ પાણીમાં કેસરના ટુકડા લો અને તેને પલાળી રાખો. હવે પેનમાં પાણી નાખી ઉકાળો. પછી તેમાં ચા પત્તા અને ખાંડ ઉમેરો. તેને સારી રીતે ઉકળવા દો.પછી ચાને ગાળીને બાજુ પર રાખો અને તેમાં પલાળેલું કેસર અને તેનું પાણી ઉમેરો.

Next Story