ટામેટા દરેક ભારતીય રસોડાનો અનિવાર્ય ભાગ છે. તેના વિના શાકભાજી, સલાડ અધૂરા છે. ભારતમાં ટામેટાની કિંમતો 100-120 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. દરમિયાન જે લોકો ટામેટાને ખાવાનું પસંદ કરે છે, તેમના ખિસ્સા પર ટામેટા ભારે પડી શકે છે. જો તમે પણ તે લોકોમાંથી એક હોવ જે ટામેટા ખાવાનું પસંદ કરે છે પરંતુ વધેલા ભાવના કારણે ખરીદવા વિશે વિચારી રહ્યા છે. તો તમે ટામેટાના સ્થાને આ વસ્તુઓનો ઉપયોગ કરીને ફાયદો મેળવી શકો છો.
1. આંબલી
આંબલી મેગ્નેશિયમ અને કેલ્શિયમનો ખૂબ સરસ સોર્સ છે. આ બે મિનરલ્સનું કોમ્બિનેશન ઓસ્ટિયોપોરોસિસ અને હાડકાના ફ્રેક્ચરને રોકવામાં મદદ કરી શકે છે. કેલ્શિયમનો ઉપયોગ કરવા માટે શરીરને વિટામિન ડી ની જરૂર હોય છે જે તડકામાંથી લઈ શકાય છે. ભોજનમાં ટામેટા જેવી ખટાશ લાવવા માટે આંબલીનો પણ ઉપયોગ કરી શકાય છે. આંબલી તે સામગ્રીઓમાંની એક છે જે ટામેટાના સામાન્ય ખાટા ટેસ્ટને રિપ્લેસ કરી શકે છે.
2. કોળું
ઘણા લોકોને કોળુ પસંદ હોતુ નથી પરંતુ તે વિટામિન-મિનરલ્સથી ભરપૂર હોય છે. બીટા કેરોટીન સિવાય, કોળામાં વિટામિન સી, વિટામિન ઈ, આયર્ન અને ફોલેટ પણ હોય છે. આ તમામ તમારી ઈમ્યૂનિટીને મજબૂત કરે છે. ટામેટાના સ્થાને કોળાનો ઉપયોગ કરી શકાય છે. તેને પ્યૂરી તરીકે ઉપયોગમાં લઈ શકાય.
3. દહીં
દરરોજ દહીં ખાવાનો ફાયદો એ છે કે આ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં, હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવા અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. એક્સપર્ટ અનુસાર આ પ્રો-બાયોટિક્સનો સૌથી સારો સ્ત્રોત છે. ટામેટાના સ્થાને જો શાકભાજીમાં દહીંનો ઉપયોગ કરવામાં આવે તો તમને ટામેટાની અછત વર્તાતી નથી. બસ દહીંને સારી રીતે ફેટી લો અને ડિશ બની ગયા બાદ સૌથી છેલ્લે ઉમેરો જેથી તે ફાટી ન જાય.