Connect Gujarat
વાનગીઓ 

સવારમાં ઊઠીને નાસ્તામાં શું બનાવવું તેની ચિંતા થાય છે? તો હવે છોડી દો એ ચિંતા અને બનાવો સ્વાદિષ્ટ અને પોષણયુક્ત ખાંડવી

ખાંડવી એ ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. ખાંડવી તમને બજારમાં આસાનીથી મળી જતી હોય છે. સવારના નાસ્તામાં જો ખાંડવી મળી જાય તો મજા પડી જાય

સવારમાં ઊઠીને નાસ્તામાં શું બનાવવું તેની ચિંતા થાય છે? તો હવે છોડી દો એ ચિંતા અને બનાવો સ્વાદિષ્ટ અને પોષણયુક્ત ખાંડવી
X

ખાંડવી એ ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. ખાંડવી તમને બજારમાં આસાનીથી મળી જતી હોય છે. સવારના નાસ્તામાં જો ખાંડવી મળી જાય તો મજા પડી જાય. તો આ ખાંડવી ઘરે કેવી રીતે બનાવવી તે આજે આપણે જોઈએ.

ખાંડવી બનાવવાની સામગ્રી

1 કપ ચણા નો લોટ

1 કપ દહીં

2 કપ પાણી

1 ચપટી હિંગ

1 ચમચી આદુની પેસ્ટ

1/6 હળદર પાવડર

સ્વાદ અનુસાર મીઠું

1 ચમચો તેલ

1 નાની ચમચી રાય

3 થી 4 લીલા મરચાં

1 મોટો ચમચો સમારેલી કોથમીર

1 ચમચી નારિયેળનું છીણ

ખાંડવી બનાવવાની રીત

સૌ પ્રથમ ચણાના લોટ ને એક બાઉલની અનાદર સારી રીતે ચાળી લો. હવે તેમાં દહીં, પાણી, હિંગ, આદું મરચાની પેસ્ટ, હળદર, સ્વાદ અનુસાર મીઠું નાખી બરાબર હળવી મિશ્રણ તૈયાર કરો. ધ્યાન રાખો કે મિશ્રણમાં ગઠ્ઠા ન રહેવા જોઈએ. હવે એક વાસણમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી તેને ગેસ પર ગરમ થવા માટે મૂકો. ચમચાથી હલાવી આ મિશ્રણ ને લગભગ 8 થી 10 મિનિટ સુધી રાંધો. પહેલા ગેસની ફ્લેમ ફૂલ રાખો પછી મિશ્રણમાં એક ઊભરો આવી જાય પછી ગેસની ફ્લેમને ધીમી કરી નાખો. તમને લાગે કે મિશ્રણ બરાબર બનીને ઘટ્ટ તૈયાર થઈ ગયું છે તો ગેસ પરથી તેને ઉતારી લો. હવે આ મિશ્રણને થાળી કે ટ્રેને ચીકણી કર્યા વગર ચમચા વડે બરાબર પાતળું ફેલાવી દો. વધુ માં વધુ 10 થી 15 મિનિટમાં આ મિશ્રણ જામી જશે. હવે તેને ચપુની મદદથી અંદાજિત 2 ઇંચ પહોળી અને અંદાજે 6 ઇંચ લાંબી પટ્ટી કાપીને તૈયાર કરો. આ પટ્ટીને એક પછી એક એમ રોલ કરતા જાઓ અને અલગ પ્લેટમાં કડીને મૂકી દો. હવે નાનકડી કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ પછી તેમાં રાય નાખી રાય તતડે એટલે તેમાં લીલા મરચાં નાંખી ગેસ બંધ કરી દો અને આ તેલના મિશ્રણને થોડું થોડું કરી ખાંડવીની ઉપર રેડો. ઉપરથી સમારેલી કોથમીર અને નારિયેળની છીણથી ગાર્નિશ કરો. આ ખાંડવી તમે કોથમીરથી ચટણી સાથે અને એકલી પણ ખાઇ શકો છો.

Next Story