Connect Gujarat
વાનગીઓ 

શિયાળામાં દાઢે વળગશે મૂળાના ગરમા ગરમ પરાઠા, જાણો સિમ્પલ અને ટેસ્ટી રેસેપી....

શિયાળામાં મળતા મૂળા જેટલા સ્વાદમાં ઉત્તમ છે તેટલાજ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખાસ છે.

શિયાળામાં દાઢે વળગશે મૂળાના ગરમા ગરમ પરાઠા, જાણો સિમ્પલ અને ટેસ્ટી રેસેપી....
X

શિયાળામાં મળતા મૂળા જેટલા સ્વાદમાં ઉત્તમ છે તેટલાજ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખાસ છે. શિયાળામાં ખાવામાં આવતા મૂળાના પરાઠા ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક હોય છે. જોકે બહુ ઓછા લોકો મૂળના પરાઠાના ફાયદાઓ જાણે છે. મૂળામાં પ્રોટીન, કેલ્સિયમ, આયોડિન અને લોહ તત્વ ભરપૂર માત્રામાં હોય છે. મૂળા વિટામિન A થી ભરપૂર છે. તો ચાલો જાણીએ મૂળાના પરાઠા બનાવવાની રીત...

મૂળાના પરાઠા બનાવવાની સામગ્રી

· 1 કપ મૂળાનું છીણ

· 3/4 ટી સ્પૂન લાલ મરચું પાવડર

· 1/4 ટી સ્પૂન ગરમ મસાલો

· 1/8 ટી સ્પૂન હળદર

· 1 નંગ લીલું મરચું

· 3 ટી સ્પૂન કોથમીર

· 1 ટી સ્પૂન જીરું

· મીઠું સ્વાદાનુસાર

મૂળાના પરાઠા બનાવવાની રીત

· સૌ પ્રથમ પળ માટેની બધી જ સામગ્રી એક બાઉલમાં લઈને બરાબર મિક્સ કરી લો.

· ત્યાર બાદ તેમાં જરૂર મુજબનું પાણી નાખીને બહુ કઠણ પણ નહીં અને સાવ સોફટ પણ નહિ તેવો કણક બાંધો.

· ત્યાર બાદ તેને અડધો કલાક ઢાંકીને મૂકી દો.

· હવે મૂળાની છાલ કાઢીને તેને છીણી લો. ત્યાર બાદ એમાં થોડું મીઠું અને હળદર છાંટીને મૂકી દો. હવે મૂળામાંથી પાણી છૂટું પડશે. તો આ પાણીને હાથેથી દબાવીને પાણી દૂર કરો.

· હવે એક પેનમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં જીરું ઉમેરો, જીરું લાલ થાય પછી તેમાં લીલા મરચાં અને આદું લસણની પેસ્ટ ઉમેરો. બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરીને સાંતળી લો.

· અડધી મિનિટ સાંતળિયા બાદ તેમાં નીતરેલા મૂળાનું છીણ નાખો. હવે તેમાં કોથમીર, ગરમ મસાલો અને લાલ મરચું પાવડર નાખીને બરાબર મિક્સ કરો. ધીમા તાપે 5 થી 6 મિનિટ સુધી તેને સાંતળો.

· આ સ્ટફિંગ એકદમ ડ્રાઈ થાય જાય ત્યાં સુધી સાંતળો.

· હા પણ તેને સતત હલાવતા રહેવું જેથી કરીને તે પેનમાં ચોટે નહીં.

· હવે આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો.

· તૈયાર કરેલા સ્ટફિંગના નાના નાના ગોળાઓ બનાવી લો. એ જ રીતે લોટના પણ મધ્યમ કદના ગોળાઓ બનાવી લો.

· હવે આ ગોળા માંથી મધ્યમ કદની પૂરી વણી લો. તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરીને સીલ કરીને પરાઠા વણી લો.

· હવે નોનસ્ટિક તવા પર તેલ લગાવીને બંને બાજુ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

· તો બસ તૈયાર છે સ્વાદિષ્ટ મૂળાના પરાઠા. તેને ગરમા ગરમ રાયરા અથવા ચટણી સાથે સર્વ કરો.

Next Story