/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/13134109/download-1.jpg)
ગુજરાતની મહિલા સશકત, આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા માટે સીએમ રૂપાણીએ મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની મહિલાઓ માટે મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરાઇ છે. જે માટે 175 કરોડનું બજેટ ફાળવાયું છે.રાજ્યમાં પ્રથમવાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને 10 લાખથી વધુ માતાઓ-બહેનોને 0 ટકા વ્યાજે લોન ધિરાણ અપાશે..
આત્મનિર્ભર ભારતના વડા પ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલાશક્તિ લીડ લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજ્યની માતૃશક્તિને ભેટ આપશે. કોરોના પછીની બદલાયેલી આર્થિક-સામાજિક જીવનશૈલીમાં મહિલાશક્તિ- માતા-બહેનોની આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખૂલશે. રાજ્યનાં 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે.
આ યોજના હેઠળ કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે. રાજ્ય સરકાર બેન્કો સાથે ટૂંક સમયમાં આ યોજનામાં જોડાવા અંગેના એમ.ઓ.યુ. કરશે.
આ યોજના થકી લાખો મહિલાઓ આત્મનિર્ભર બનશે. શહેરી વિસ્તારોમાં શહેરી વિકાસ વિભાગનું ગુજરાત અર્બન લાઇવલી હૂડ મિશન અમલીકરણ કરશે. રાજ્યની લાખો બહેનોના આત્મનિર્ભરતાના સ્વમાન ભેર જીવવાનાં સપનાં-અરમાન પાર પાડવામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઉદીપક બનશે તેમજ શ્વેતક્રાંતિમાં અગ્રેસર ગુજરાતની નારીશકિતને હવે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાથી પોતાના નાના વ્યવસાયો, ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનાં કૌવત, કૌશલ્ય અને સપનાં સાકાર કરવાની તક આપવામાં આવશે.