સાબરકાંઠા: હિમંતનગરના ગામડી પાસે ભારેવાહનની ટક્કરે વ્રુધ્ધાનુ મોત નિપજ્યુ, આક્રોશમા આવેલા ગ્રામજનોએ હાઇવે કર્યો બંધ

New Update
સાબરકાંઠા: હિમંતનગરના ગામડી પાસે ભારેવાહનની ટક્કરે વ્રુધ્ધાનુ મોત નિપજ્યુ, આક્રોશમા આવેલા ગ્રામજનોએ હાઇવે કર્યો બંધ

સાબરકાંઠા જિલ્લાના હિમંતનગરના ગામડી પાસે ભારેવાહનની ટક્કરે વ્રુધ્ધાનુ મોત નિપજ્યુ હતુ. રોડ ક્રોસ કરતા વૃધાને અક્સ્માત નડ્યો હતો.

સાબરકાંઠા જીલ્લામાં હિમતનગરના ગામડી પાસે ભારે વાહને રોડ ક્રોસ કરતા વૃધાને ટક્કર મારતા અક્સ્માત સર્જયો હતો જેમા વ્રુધ્ધાનુ ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. અક્સ્માતને પગલે આક્રોશમા આવેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે નં. ૮ બંધ કરી મ્રુતદેહને રસ્તા વચ્ચે મૂકી દેવામા આવ્યો હતો. ગ્રામજનોએ રોડ પર પાઈપોની આડશ મૂકી રસ્તો બંધ કર્યો હતો. સિક્સ લેનના ચાલતા કામકાજને લઈને તેમજ ગામ પાસે સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માત સર્જાયો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામા આવી રહ્યો છે. રસ્તો બંધ થતા રોડની બન્ને તરફ ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાને પગલે ગાંભોઈ પોલીસ અને ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. જોકે પોલિસની સમજાવટ બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. 

Latest Stories