Connect Gujarat
Featured

સાબરકાંઠા: કોરોના સંક્રમણ વધતા ગુજરાતના મીની કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટ અંગે શું લેવાયો નિર્ણય, જુઓ

સાબરકાંઠા: કોરોના સંક્રમણ વધતા ગુજરાતના મીની કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટ અંગે શું લેવાયો નિર્ણય, જુઓ
X

કોરોનાનો કહેર વધતા ગુજરાતના મીની કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં ફરીથી કોરોના માથુ ઊંચકી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટ કોરોનાનું હોટસ્પોટના બને અને સંક્રમણ વધુ ના ફેલાય તે માટે ફરીથી વહીવટી તંત્રએ પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોના મહામારી વચ્ચે પોલો ફોરેસ્ટમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઇ રહ્યા હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાનું મોટું જોખમ રહેલું છે.

સાબરકાંઠાના વિજયનગર પોલો ફોરેસ્ટની સુંદરતાને પગલે સમગ્ર ગુજરાતના પ્રવાસીઓ કોરોના મહામારી વચ્ચે પણ મોટી સંખ્યામાં મુલાકાત લઇ રહ્યા છે. જોકે ફરી એકવાર સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ આગામી સમયમાં તહેવાર અને રજાઓનો માહોલ હોવાથી પોલો ફોરેસ્ટ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આગામી સપ્તાહમાં 27 તારીખથી 29 તારીખ સુધી પોલો ફોરેસ્ટને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમજ બે એપ્રિલથી ચાર એપ્રિલ સુધી પોલો ફોરેસ્ટ બંધ રહેશે.

સાથે જ 10 તારીખથી 14 તારીખ સુધી પોલો ફોરેસ્ટમાં પ્રવેશ મેળવી શકાશે નહીં. તેમજ તકેદારીના પગલે આગામી એપ્રિલ મહિનાની 17 અને 18 સહિત 21 થી 25 તારીખ સુધી પોલો ફોરેસ્ટમાં કોરોના સંક્રમણ અટકાવવા પોલો ફોરેસ્ટને પ્રવસીઓ માટે પ્રતિબંધિત કરાયો છે. આ સમયગાળા દરમિયાન પોલો ફોરેસ્ટમાં ખાનગી તેમજ મુસાફર વાહનો માટે પણ પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો છે.

Next Story