સાબરકાંઠા: શાળાઓમાં કોરોનાનો કહેર છ શિક્ષક કોરોના પોઝિટિવ, જુઓ શિક્ષણ વિભાગ દ્વારા શું લેવાયો નિર્ણય

New Update
સાબરકાંઠા: શાળાઓમાં કોરોનાનો કહેર છ શિક્ષક કોરોના પોઝિટિવ, જુઓ શિક્ષણ વિભાગ દ્વારા શું લેવાયો નિર્ણય

સાબરકાંઠા જીલ્લામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે જેમાથી શિક્ષણ વિભાગ પણ બાકાત રહ્યું નથી. 6 શિક્ષકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાના તમામ શિક્ષકોનો રિપોર્ટ કરાવવા આદેશ કરવામાં આવ્યો છે.

રાજ્યોમાં કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લાના 6 શિક્ષકોનો કોરોના પોઝેટીવ રીપોર્ટ આવ્યો છે. ઇડરની સુરપુર પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય અને બે શિક્ષક સહિત 3 લોકોને કોરોના પોઝેટીવ કેસ આવ્યો છે. આ સાથે ઈડરના બોલુન્દ્રા પ્રાથમિક શાળાના એક શિક્ષકને કોરોના પોઝેટીવ આવ્યો છે. હિંમતનગર સહયોગ ટ્રસ્ટની ગંભીરપુરા પ્રાથમિક શાળાની મહિલાને કોરોના પોઝેટીવ આવ્યો છે. ખેડબ્રહ્મા તાલુકાની પ્રાથમિક શાળાના એક શિક્ષક કોરોના પોઝેટીવ રીપોર્ટ આવ્યો છે. જેને લઇને 4 શાળામાં હાલ પુરતું શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યુ છે. શાળાઓમાં કોરોના કેસ વધતા જિલ્લાના તમામ શિક્ષકોના કોરોના રીપોર્ટની તજવીજ હાથ ધરાઈ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતુ કે તાલુકા મથકે ટેસ્ટ સેન્ટર ખાતે આરોગ્ય વિભાગ કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરશે.

Latest Stories