સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એક ખેડૂત દ્રારા પોતાના ખેતરમા તાઇવાનની ડુંગરી વાવીને અખતરો કરવામા આવ્યો હતો જો કે ખેડૂતને મબલખ ઉત્પાદન મળ્યું હતું.
પ્રાંતિજ સહિત તાલુકો શાકભાજીનો હબ છે અને મોટા ભાગે ફ્લાવર કોબીજનુ વાવેતર પુષ્કળ પ્રમાણમા થાય છે ત્યારે છેલ્લા બે-ત્રણ વર્ષથી ફ્લાવરની ખેતી કરતા ખેડુતોને ફ્લાવરના ભાવ ના મળતા ફ્લાવર પકવતા ખેડુતો નાસીપાસ થયા છે અને અન્ય ખેતી તરફ વળ્યા છે. પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તારમા રહેતા કાળીદાસ પટેલ વર્ષોથી પોતાના ખેતરમા ફ્લાવરની ખેતી કરે છે પણ ફ્લાવરના ભાવો વધઘટ થતા તેઓએ પોતાના ખેતરમા તાઇવાન ડુંગરીનુ વાવેતર કરી માત્ર અખતરો કરવામા આવ્યો છે તો તાઇવાન ડુંગરીનુ બિયારણ બજારમાંથી ૧૦૦ ગ્રામ લાવ્યા હતા અને તેનો ભાવ-૧૫૦૦ રૂપિયા હતો . સામાન્ય ડુંગળી કરતા તાઇવાન ડુંગરી અલગ પ્રકારની હોય અને વજનમા એક ડુંગળી ૪૦૦થી ૫૦૦ ગ્રામ વચ્ચે થાય છે તો બજારમા ૪૦૦ થી ૪૫૦ સુધીનો ભાવ મળી રહે છે. ખાસ કરીને હોટલોમા આ ડુંગળીનો વધુ ઉપયોગ થાય છે. આ પાક અઢી મહિનાની અંદર તૈયાર થઈ જાય છે. ઓછા ખર્ચે વધુ ભાવ મળતો હોવાથી અન્ય ખેડૂતો પણ આ ડુંગળીની ખેતી કરે એવો અનુરોધ કરવામાં આવ્યો છે.