સાબરકાંઠા: રાષ્ટ્રીયધોરી માર્ગ પર વહી દૂધની નદી, જાણો કેમ

New Update
સાબરકાંઠા: રાષ્ટ્રીયધોરી માર્ગ પર વહી દૂધની નદી, જાણો કેમ

હિંમતનગરના ગાંભોઈ નેશનલ હાઇવે પર દૂધની નદી વહી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.દૂધ ભરેલું ટેન્કર પલટી જતા હજારો લિટર દૂધ માર્ગ પર વહ્યું હતું તો દૂધ લેવા સ્થાનિકોએ પડાપડી કરી મૂકી હતી.

સાબરડેરીનું દૂધનું ટેન્કર ગુરૂવારના રોજ શામળાજી થી હિંમતનગર તરફ દૂધ લઈ જઈ રહ્યું હતું તે સમય દરમિયાન ગાંભોઈ ગામે નેશનલ હાઇવે પર ટેન્કર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી જતા હજારો લિટર દૂધ માર્ગ પર વહ્યું હતું. આ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દૂધ ભરવા માટે પડાપડી કરી હતી. આ ઘટનામાં ટેન્કરચાલક તથા એક અન્ય વ્યક્તિને નાની મોટી ઈજા પોહચતા નજીકની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Latest Stories