સાબરકાંઠા: કૌટુંબિક ભાઈએ બહેન સાથે એવું શું કર્યું કે કરવો પડ્યો આપઘાત? જુઓ શું છે મામલો

સાબરકાંઠા: કૌટુંબિક ભાઈએ બહેન સાથે એવું શું કર્યું કે કરવો પડ્યો આપઘાત? જુઓ શું છે મામલો
New Update

સાબરકાંઠાના ખેડબ્રહ્માની પ્રખ્યાત આડકેક્તા ઇન્સ્ટિટયૂટમાં ગૃહમાતા તરીકે ફરજ બજાવતી યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો હતો. આ મામલામાં અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ જવાનું નામ ખૂલતાં ચકચાર માચીજવા પામી છે.

સાબરકાંઠાના ખેડબ્રહ્માની પ્રખ્યાત આડએકતા ઇન્સ્ટિટયૂટમાં ગૃહમાતા તરીકે ફરજ બજાવતી યુવતીએ તાજેતરમાં પોતાના રૂમમાં જ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જોકે આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી સાથોસાથ યુવતીના પિતાએ ખેડબ્રહ્મા પોલીસ મથકે મૃત્યુ માટે દુષ્પ્રેરણની ફરિયાદ આપતા પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. જેમાં યુવતીના મોબાઈલમાં કોલ ડીટેલ અને રેકોર્ડ કોલના આધારે અમદાવાદમાં સગા માસીના દીકરા સામે શંકાની સોય ઉભી થઇ હતી. જોકે યુવતીના પિતાએ આ મામલે પોલીસ સામે હાજર થઈ સમગ્ર ઘટના જણાવતા પોલીસ જવાનો નામ પગ તળેથી જમીન ખસી જાય તેવો મામલો સામે આવ્યો છે. જેમાં સામાજિક રીતે છેલ્લા કેટલાક સમયથી પાલનપુર ખાતે ફરજ બજાવતા પોતાના પતિ થી મનદુઃખ સર્જાતા એકલા રહેવાના પગલે આરડેકાતા ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતી યુવતી ઉપર તેના માસિયાયી ભાઈ દ્વારા પાછલા છ માસથી શારીરિક સંબંધ બનાવવા માટે માગણી કરાતી હોવાની સાથોસાથ માનસિક ત્રાસ અપાતો હોવાનું ખુલ્યું છે જેના પગલે પોલીસે આ મામલે દુષ્પ્રેરણની ફરિયાદ નોધી અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ જવાન વિવેક બુબડિયાની અટકાયત માટેની તજવીજ હાથ ધરી છે.

#Sabarkantha #crime #police #Sucide #Khedbrahma #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article