New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/20161546/WhatsApp-Image-2020-10-20-at-4.01.56-PM.jpeg)
વિશ્વ હિન્દુ પરિષદની અખિલ ભારતીય યોજના અંતર્ગત આગામી તા.૧૦ તથા ૧૧ નવેમ્બરના રોજ દિલ્હીમાં યોજાનાર શ્રી રામ જન્મભૂમિ તિથૅ ક્ષેત્ર રામ મંદિર નિર્માણ કાર્યની આગળની કાયૅવાહી માટે કેન્દ્રીય માગૅદશૅક મંડળની બેઠક મળશે જેમાં જામનગરના કૃષ્ણ પ્રણામીના આધપીઠ નવનીત પુરીધામ (ખીજડા મંદિર)ના પીઠાધીશ્વર આચાર્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણીજી મહારાજ તથા આણદાબાવા આશ્રમના મહંતશ્રી દેવિપ્રસાદજી મહારાજને બેઠકનો નિમંત્રણ પત્ર પ્રાપ્ત થયો છે
વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ધમૉચાયૅ સંપર્ક પ્રમુખ પ્રવિણસિંહ કંચવા તથા વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના અધ્યક્ષ ભરત ફલીયા તથા જામનગર જીલ્લા ધમૉચાર્ય સંપર્ક સંયોજક સુરેશ ગોંડલીયા દ્રારા નિમંત્રણપત્ર આપવામાં આવ્યું છે.
Latest Stories