-
અંકલેશ્વરમાં કરાયુ આયોજન
-
વિરોધ પ્રદર્શનનું આયોજન
-
શિવસેના દ્વારા આયોજન કરાયું
-
મહિલા બિલ પાસ ન થતા વિરોધ
-
વિપક્ષ પર કરાયા પ્રહાર
સંસદમાં મહિલા અનામત બિલ પાસ ન થતા અંકલેશ્વરમાં શિવસેના દ્વારા વિપક્ષ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે લોકસભામાં મહિલા અનામત સંબંધિત બિલ પર મતદાન થયું હતું.આખરે મહિલા અનામત સંબંધિત બિલ લોકસભામાં પસાર થયું ન હતું.જેને લઇ ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા નારી શક્તિના સન્માન માટે વિરોધ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું.
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રદેશ પ્રમુખ એસ.આર.પાટીલની અધ્યક્ષતા હેઠળ મહિલા અનામત બિલનો વિરોધ કરનારા વિપક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.પ્રમુખ એસ.આર.પાટીલે જણાવ્યું હતું કે વિપક્ષે દેશની મહિલાને હરાવી રહી છે .
મહિલાઓના હક્ક અને અધિકારને છીનવી લીધા છે ત્યારે શિવસેના નારી શક્તિના સન્માન માટે વિપક્ષ સામે વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે.આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા શિવસેનાના પ્રમુખ મંગલસિંહ ,ઉપપ્રમુખ સુનિલ પાટીલ સહીત હોદ્દેદારો ,કાર્યકરો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી
