પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં આજથી એક નવો અધ્યાય લખાઈ ગયો છે.

ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે જ રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો સત્તાવાર રીતે અંત આવ્યો છે. શુભેન્દુ અધિકારીએ પ.બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લઈને ઈતિહાસ રચી દીધો છે. પીએમ મોદી અને 20થી વધુ સીએમની હાજરીમાં ભાજપે અહીં પ્રચંડ શક્તિ પ્રદર્શન કર્યું હતું. રાજ્યપાલે તેમને સીએમ પદના શપથ અપાવ્યા હતા.